એવી તે શું ઉતાવળ હતી ભાઈ?

આપણે રેલવે ટ્રેક પર થતા એક્સિડન્ટના કિસ્સા વિશે અવારનવાર અખબારો અને સોશિયલ મીડિયા પર વાંચતા રહી છીએ. લોકો પોતાનાની મસ્તીમાં એટલા મશગૂલ થઈ જાય છે કે, તેમને ખબર નથી રહેતી કે, સામે તેમની મોત આવી રહી છે. આવી જ એક ઘટના નેધરલેન્ડમાં બની જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ સાઈકલ પર રેલવેના પાટા ક્રૉસ કરી રહ્યો હતો અને ભૂલી ગયો કે, સામેથી પૂરપાટ ઝડપે ટ્રેન આવી રહી છે.
સામેથી આવતી ટ્રેન જોઈ જ નહીં

અસલમાં આ વ્યક્તિ જ્યારે રેલવે ફાટકની અંદર આવ્યો ત્યારે એક પહેલા એક માલગાડી પસાર થઈ તે આને જોઈને ઊભો રહી ગયો અને જેવી તે ટ્રેન પસાર થઈ કે, તરત જ તે સાઈકલ પર બેસીને પાટા ક્રૉસ કરવા લાગ્યો પણ સામેથી આવી રહેલી બીજી ટ્રેન વિશે તેને કાંઈ ખબર જ નહોતી.
વીડિયો જોશો તો ખબર પડશે
જેવી ટ્રેન નજીક આવી, સાઈકલ ચાલકે ઝડપથી સાઈકલ ભગાવી. સદનસીબે તેનો જીવ બચી ગયો પણ એટલું તો નક્કી છે કે, તેનો જીવ તાળવે ચોંટી ગયો હશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ફરી રહ્યો છે. આ વીડિયો નેધરલેન્ડના શહેર ગલીનનો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2St1lPJ
No comments:
Post a Comment