કેમ બાઈક્સની હેડલાઈટ્સ દિવસે પણ ચાલુ રહે છે?

તમે આજકાલ રસ્તાઓ પર એવાં પણ બાઈક્સ જોયા હશે કે જેમાં દિવસે પણ તેની હેડલાઈટ્સ ચાલું હોય છે. આને BS-IV બાઈક્સ કહેવામાં આવે છે, કે જેના એન્જિનમાં એક અલગ જ પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઈક્સમાં પ્રદૂષણ ઓછું ફેલાય છે અને સાથે પેટ્રોલ પણ ઓછું વપરાય છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
બાઈક સ્ટાર્ટ કરતાં જ હેડલાઈટ ઓન થઈ જાય છે

આ પ્રકારના બાઈક્સમાં તમે જેવી બાઈકને સ્ટાર્ટ કરો કે તરત જ તેનો હેડ લેમ્પ ઓન થઈ જાય છે અને જ્યાં સુધી બાઈક ચાલું રહે ત્યાં સુધી આ હેડ લાઈટ પણ ચાલું જ રહે છે. દિવસ હોય કે રાત બાઈકની આ હેડલાઈટ ક્યારેય બંધ થતી જ નથી. આ ખાસ ફીચર્સ માર્કેટમાં ઉપલબ્ધ તમામ BS-IV પ્રકારના બાઈક્સમાં જોવા મળે છે.
એન્ટિ બ્રેક સિસ્ટમ પણ છે બાઈકનું અગત્યનું ફીચર

આ સિવાય આજકાલ બાઈક્સમાં ABS એટલે કે એન્ટિ બ્રેક સિસ્ટમ નામનું ખાસ ફીચર્સ પણ જોવા મળે છે. બાઈકમાં જોવા મળતું આ ફીચર તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ ફીચરમાં એક સેન્સર આપેલું હોય છે કે જે એ વાત જાણી લે છે કે તમારે કેટલી સ્પીડે બાઈકમાં બ્રેક લગાવવાની છે. અને જો અચાનક બ્રેકિંગની જરૂર પડે તો આ ABSની મદદથી વ્હિકલ તરત જ થોભી જાય છે.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/2KL56NC
No comments:
Post a Comment