20 વર્ષ પહેલા SRK માટે બેકગ્રાઉન્ડ ડાન્સર હતો રેમો

સુપરસ્ટાર શાહરુખ ખાન અને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ના સૌથી ચર્ચિત ગીત ‘મેરે નામ તુ…’ને કોરિયોગ્રાફ કરનારા કોરિયોગ્રાફર-ડિરેક્ટર રેમો ડિસૂઝાની વચ્ચે એક લાંબો સંબંધ છે. અસલમાં, બે દાયકા પહેલા રેમો શાહરુખના ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર બનતો હતો, તો હવે વીસ વર્ષ પછી ફિલ્મ ‘ઝીરો’માં તેણે શાહરુખને પોતાના ઈશારાઓ પર નચાવ્યો. આ ખુલાસો ખુદ શાહરુખે રેમોના ડાન્સ શો ‘ડાન્સ પ્લસ 4’માં કર્યો. તે અહીં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ‘ઝીરો’ને પ્રમોટ કરવા માટે પહોંચ્યો હતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
રેમોના ટેલેન્ટ અને મહેનત પર કિંગ ખાન આફરીન

અહીં શાહરુખે એક જૂની તસવીર દેખાડતા જણાવ્યું કે, ‘રેમો 21 વર્ષ પહેલા ફિલ્મ પરદેશના ગીત ‘ઝરા તસવીર સે તૂ નિકલ કે સામને આ…’માં મારી સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ત્યારે કોઈ નહોતું જાણતું કે આ છોકરો એક દિવસ આ મુકામ પર પહોંચશે, જ્યાં તે આજે છે. રેમોએ આટલી સફળતા એટલે મેળવી કારણ કે તે પોતાની કળા અને પેશન પર વિશ્વાસ હતો. જો તમે સખત મહેનત કરશો તો તમે પણ તેના જેવા બની શકો છો.’
રેમો માટે બેકગ્રાઉન્ડમાં નાચ્યો શાહરુખ

એટલું જ નહીં, શાહરુખે રેમોની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને ડાન્સ કર્યો. ફિલ્મ ‘ઝીરો’ના ગીત ‘ઈશ્કબાઝી’માં પણ શાહરુખે સલમાન ઉપરાંત રેમો સાથે ડાન્સ કર્યો છે.
ચાર દિવસમાં કેટલી રહી ‘ઝીરો’ની કમાણી

જો બૉક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો BoxofficeIndia.comના રિપોર્ટ અનુસાર, ફિલ્મે ચોથા દિવસે એટલે સોમવારે 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મ અત્યાર સુધી 4 દિવસોમાં 64.10 કરોડની કમાણી કરી ચૂકી છે. જોકે, રવિવારની સરખામણીમાં સોમવારે ફિલ્મના કલેક્શનમાં આશરે 50 ટકાનો ઘટડો નોંધાયો છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2AcdEJp
No comments:
Post a Comment