Latest

Wednesday, December 19, 2018

જો હું પાકિસ્તાની હોત તો ફિલ્મોમાં ભારત કરતા વધારે ઑફર મળી હોત : સોનૂ નિગમ

બોલિવૂડમાં ભારતીય સિંગર્સની સ્થિતિથી સોનૂ નારાજ

મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં આશરે બે દાયકા વિતાવી ચૂકેલા સિંગર સોનૂ નિગમ ભારતીય સિંગર્સને મળી રહેલા વર્તમાન વાતાવરણથી નાખુશ છે. તમામ મુદ્દાઓ પર મત રજૂ કરનારા સોનૂએ આ વખતે બોલિવૂડમાં પાકિસ્તાની સિંગર્સની વધતી પોપ્યુલારિટી પર પોતાની વાત રજૂ કરી છે.

પાકિસ્તાની સિંગર્સને મળે છે સારી ટ્રિટમેન્ટ

એક સમિટમાં બોલતા સોનૂએ કહ્યું કે, ક્યારેક-ક્યારેક તેને લાગે છે જો તે પાકિસ્તાનથી હોત તો તેને ભારત કરતા વધારે ઑફર મળી હોત. પાકિસ્તાની અને ભારતીય સિંગર્સને મળનારી ટ્રિટમેન્ટમાં કેવું અંતર હોય છે, તેની તુલના કરતા સોનૂએ કહ્યું કે, હવે સિંગર્સને શોઝ કરવા માટે મ્યૂઝિક કંપનીઓને પેમેન્ટ કરવું પડે છે. તેણે કહ્યું કે, જો તેઓ પૈસા નહીં આપે તો કંપનીઓ બીજા સિંગર્સને ગાવા માટે કહેશે અને તેમને હાઈલાઈટ કરશે.

આતિફ-રાહતને શોઝ કરવા પૈસા નથી આપવા પડતા

સોનૂએ મ્યૂઝિક કંપનીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ આવું પાકિસ્તાની સિંગર્સ સાથે નથી કરતી, માત્ર ભારતીય સિંગર્સ સાથે જ આવું થાય છે. સોનૂ અનુસાર, સિંગર આતિફ અસલમ જે તેનો નજીકનો મિત્ર છે તેને શોઝમાં ગાવા માટે ક્યારેય કોઈ પેમેન્ટ કરવાનું નથી કહેવામાં આવ્યું અને આવું ન તો સિંગર રાહત ફતેહ અલી ખાન સાથે થયું.

ગત વર્ષે પણ આવ્યો હતો વિવાદ

જણાવી જઈએ કે, ગત વર્ષે સોનૂ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઈશ્વર બધા પર કૃપા કરે. તે મુસ્લિમ નથી અને આજે અઝાનથી જાગ્યો. ભારતમાં ક્યાં સુધી ધાર્મિક રીતોનું જબરદસ્તી પાલન કરવું પડશે. આ નિવેદન બાદ સોનૂ વિવાદમાં આવી ગયો હતો અને તેના વિરુદ્ધ ફતવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, તેણે બાદમાં કહ્યું હતું કે, તેનું નિવેદન કોઈ ધર્મની નહીં પણ લાઉડસ્પીકરની વિરુદ્ધ હતું.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2PPirFs

No comments:

Post a Comment

Pages