Latest

Wednesday, December 26, 2018

યામાહાની FZ25ને પણ ટક્કર આપશે સુઝુકીની આ ધાંસૂ સ્પોર્ટ બાઈક

ભારતમાં લોન્ચ થશે ધાંસૂ સ્પોર્ટ બાઈક

નવી દિલ્હીઃ સુઝુકી જલ્દી જ ભારતીય માર્કેટમાં પોતાની ચર્ચિત 250 cc બાઈક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેને સુઝુકી Gixxer 250 નામથી માર્કેટમાં ઉતારવાની સંભાવના છે. જાન્યુઆરીમાં યોજાનારી આ ડીલર ઈવેન્ટમાં નવી બાઈક શો કરી શકાય છે. જિક્સર 250ને માર્ચ 2019માં લોન્ચ કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે માર્કેટમાં તેની સીધી ટક્કર Yamaha FZ25 સાથે હશે.

બે વેરિયન્ટમાં લોન્ચ કરાશે બાઈક

જિક્સર 150ની જેમ સુઝુકી પોતાની નવી 250 સીસીવાળી બાઈકને પણ બે વેરિયન્ટમાં લોન્ચ કરી શકે છે. એટલે કે 250 બાઈક નેક્ડ અને ફેયર્ડ સ્પોર્ટ વેરિયન્ટમાં માર્કેટમાં લોન્ચ કરી શકાય છે. આવી રિપોર્ટ્સ પહેલાથી જ છે કે બાઈકનું નેક્ડ વેર્ઝન લોન્ચ કરવામાં આવશે. તેના થોડા સમય બાદ ફુલ ફેયર્ડ વર્ઝન આવશે.

કેવો હશે લૂક?

રિપોર્ટ્સ મુજબ જિક્સર 250ના નેક્ડ વર્ઝનનો લુક ઘણા અંશે Haojuw DR300 એટલે કે GSX S300ની જેમ હશે. તો ફુલ ફેયર્ડ વેરિયન્ટનો લુક ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉપલબ્ધ સુઝુકી GSX-250R સુપરસ્પોર્ટ્સ બાઈકની જેમ રહેવાની સંભાવના છે.

યામાહાના FZ25 સાથે હશે મુકાબલો

સુઝુકી GSX-250R સુપરસ્પોર્ટ્સ બાઈકમાં ટ્વિન સિલિન્ડર એન્જિન આપેલું છે. પરંતુ ભારતમાં જિક્સર 250ને નવા સિંગલ-સિલિન્ડર 250cc એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે. યામાહાએ પણ પોતાની FZ-25 અને Fazer 25 બાઈક્સ સાથે પણ આવું કર્યું છે. આ ઉપરાંત ફીચર્સમાં પણ ફેરફાર જોવા મળશે. નવા સેફ્ટી નોર્મને જોતા નવી બાઈકમાં ડ્યુઅલ ચેનલ એબીએસ મળી શકે છે.



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2CAi3r9

No comments:

Post a Comment

Pages