દુર્ઘટના ટળી

મુંબઈ: ચાલતી ટ્રેનમાંથી પડવાની ઘટના અનેકવાર સામે આવે છે. કેટલાક ભાગ્યશાળી લોકો હોય છે જે આવી દુર્ઘટનામાંથી હેમખેમ પાર ઉતરે છે. આવી જ ભાગ્યશાળી નીકળી બે મહિલાઓ જે ટ્રેનમાંથી ઉતરી વખતે પ્લેટફોર્મ પર પડી ગઈ. ટ્રેક પર પડે તે પહેલા જીઆરપીના જવાનોએ તેમને પકડી લીધી.
અમારા ન્યૂઝ WhtasApp પર મેળવવા અહીં ક્લિક કરો
દાદર સ્ટેશનની ઘટના
#WATCH: Government Railway Police (GRP) personnel rescue two women passengers from being run over by a train at Dadar Railway Station in Mumbai. #Mahasrashtra (5/12/2018) pic.twitter.com/hzEFRxMDVc— ANI (@ANI) December 6, 2018
ઘટના મુંબઈના દાદર સ્ટેશનની છે. સીસીટીવી ફૂટેજમાં બે મહિલાઓ ચાલતી ટ્રેનમાંથી અલગ-અલગ દરવાજાઓમાંથી ઉતરે છે ત્યારે જ તેમનો પગ લપસ્યો અને પ્લેટફોર્મ પર પડી. જુઓ વીડિયો..
GRPના જવાનો બન્યા દેવદૂત

જો કે આ બંને મહિલાઓને ત્યાંથી પસાર થઈ રહેલા જીઆરપીના જવાનોએ સ્ફૂર્તિથી પકડી લીધી. જો જવાનોએ મહિલાઓને સમયસર પકડી ના હોત તો બંને રેલવે ટ્રેક પર પડી હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
No comments:
New comments are not allowed.