ટ્રાઈએ વધારી સમય મર્યાદા

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ થોડા સમય પહેલા જ નવા કેબલ ટીવીમાં નવી ટેરિફ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રાઈએ તમામ મલ્ટી સર્વિસ ઓપરેટર્સ (MSOs) અને લોકલ કેબલ ઓપરેટર્સ (LCOs)ને અગાઉ 29 ડિસેમ્બરથી નવી ટેરિફ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે ટ્રાઈએ સમયમર્યાદામાં વધારો કર્યો છે. ટ્રાઈની સૂચના પ્રમાણે, ગ્રાહકો હવે 31 જાન્યુઆરી સુધી પોતાની મનપસંદ ચેનલની પસંદગી કરી શકશે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
ગ્રાહકોને વધુ સમય આપવા થઈ હતી રજૂઆત

ટ્રાઈના સચિવ એસ. કે. ગુપ્તાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, “અમે આજે (ગુરુવારે) બ્રોડકાસ્ટર્સ, ડીટીએચ ઓપરેટર અને મલ્ટી સિસ્ટમ ઓપરેટરો સાથે બેઠક કરી. દરેકે નવા નિયમો લાગુ કરવા માટે તત્પરતા દર્શાાવી છે. જો કે, તેમણે રજૂઆત કરી કે ગ્રાહકોને હજુ થોડો વધુ સમય આપવામાં આવે જેથી તેઓને ચેનલ પસંદ કરવામાં પરેશાની ન થાય.”
ગ્રાહકોને ચેનલ પસંદ કરવાની આઝાદી

જણાવી દઈએ કે, નવી સિસ્ટમ અતંર્ગત ઉપભોક્તાઓને ચેનલ પસંદ કરવાની આઝાદી મળશે અને જે ચેનલ જોવા માગે છે તેના જ રૂપિયા ચૂકવવાના રહેશે. ટ્રાઈ અનુસાર, ઈલેક્ટ્રોનિક પ્રોગ્રામ ગાઈડ (EPG) દ્વારા ટીવી સ્ક્રીન પર દરેક ચેનલની MRP લખેલી હશે. કોઈપણ ડિસ્ટ્રીબ્યૂટર બ્રોડકાસ્ટરે નક્કી કરેલી કિંમતથી વધુ રકમ નહીં લઈ શકે. નેટવર્ક કેપેસિટી ફીસ રૂપ ગ્રાહકોએ દર મહિને 100 ચેનલો માટે મહત્તમ 130 રૂપિયા આપવા પડશે.
1થી 19 રૂપિયા વચ્ચે નક્કી થઈ ચેનલોની કિંમત

જો તમે 100થી વધુ ચેનલ જોતા હો (આવા ગ્રાહકોની સંખ્યા માત્ર 10-15 ટકા છે) તો વધારાની 25 ચેનલો માટે 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ સિવાય તમે જે પે ચેનલ્સ પસંદ કરશો તેની નક્કી કિંમતો આ રકમમાં જોડાશે. TRAI તરફથી ચેનલોની પ્રાઈસ રેન્જ 1થી 19 રૂપિયા વચ્ચે નક્કી કરાઈ છે. થોડા દિવસ પહેલા જ ટ્રાઈએ કહ્યું હતું કે, 29 ડિસેમ્બરથી ટીવી બ્લેકઆઉટ નહીં થાય અને નવી સ્કીમ સંપૂર્ણપણે શિફ્ટ થાય ત્યાં સુધી ગ્રાહકોને સમય અપાશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Sw8TRO
No comments:
Post a Comment