Latest

Monday, December 17, 2018

આંગળીમાં ફસાયેલી વીંટીને આ ટ્રિક્સથી સરળતાથી કાઢો, જુઓ Video

વીંટી ફસાઈ જાય તો આટલું કરો

નવી દિલ્હીઃ આંગળીમાં વીંટી ફસાઈ જાય તે સામાન્ય સમસ્યા છે. દરેક લોકોને આ મુશ્કેલી આવે છે. આવા સમયે દરેક લોકો પોત પોતાના મંતવ્યો રજૂ કરે છે. કેટલાક કહે છે કે વીંટીને કાપી નાંખો, તો કેટલાક તેલ લગાવવાની અથવા તો સાબુ લગાવવાથી સરળતાથી નીકળી જશે તેવી સલાહ આપે છે. આજે અમે તમને એક નવી રીત જણાવીશું.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જુઓ વીડિયો

ચીનમાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે હાઈ સ્કૂલના સ્ટૂડન્ટના હાથમાં રહેલી વીંટી નીકળી રહી નહોતી અને તેની આંગણીમાં સોજો આવી ગયો હતો.

ફાયરફાયટરે અપનાવી નવી ટ્રિક

આ સમયે ફાયરફાયટરને બોલાવવામાં આવ્યા તેણે એક નવી જ તરકીબ અપનાવી અને સરળતાથી તે સ્ટુડન્ટ્સના હાથમાં ફસાયેલી રિંગ બહાર કાઢી હતી. ફાયરફાયટરે સ્ટુડન્ટના હાથમાં દોરી બાંધીને ધીરે ધીરે આગળ ખસકાવીને રિંગને બહાર કાઢી તેનો વીડિયો વાઈરલ થયો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2rEBLvo

No comments:

Post a Comment

Pages