Latest

Monday, January 7, 2019

મોદી સરકારનો મોટો દાવ, ગરીબ સવર્ણોને 10% અનામતનો પ્રસ્તાવ

ચૂંટણી પહેલા જ મોદી સરકારો માસ્ટરસ્ટ્રોક

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ અપાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

પછાત સવર્ણોને સરકારી નોકરીમાં 10% અનામત

ત્રણ મહિના બાદ યોજાનાર લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મોદી સરકારે સવર્ણોને સરકારી નોકરીઓમાં લાભ આપવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે અને હવેથી સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.

આર્થીક આધારે અનામત

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે જણાવ્યું કે, ‘સરકારે લીધેલો નિર્ણય દેશને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. સવર્ણ સમાજમાં પણ ગરીબ લોકો હોય છે અમને પણ પ્રગતિનો લાભ મળે એ માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરૂ છું.’

મંગળવારે સંસદમાં રજૂ થઈ શકે છે પ્રસ્તાવ


પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મોદી સરકારના આ નિર્ણય પર કહ્યું કે, જ્યાં સુધી લોકોને તેનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. જોકે એસપીજના પ્રમુખ લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી. કહેવાય છે કે, મંગળવાર મોદી સરકાર બંધારણ સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કહેવાય છે કે, મંગળવારે જ સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2CUFNq8

No comments:

Post a Comment

Pages