મગ સ્પ્રાઉટ્સ ચાટ

સ્પ્રાઉટ્સ કરેલા એટલે કે ફણગાવેલા મગને હેલ્ધી માનવામાં આવે છે. પરંતુ જો તમે ફણગાવેલા મગ ખાઇને કંટાળી ગયો હો તો તેમાંથી ચાટ બનાવી શકાય. ફણગાવેલા મગમાં ડુંગળી, ટમેટા, ચાટ મસાલો નાખવાથી ચાટ ટેસ્ટી બને છે. તો તમે પણ શીખી લો મગ સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની રીત.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સામગ્રી

બે કપ ફણગાવેલા મગ
એક કપ બારીક સમારેલી ડુંગળી
એક કપ બારીક સમારેલા ટામેટાં
એક-બે નંગ લીલા મરચાં
1/4 ટીસ્પૂન મરચું પાઉડર
1 ટીસ્પૂન લીંબૂનો રસ
1 નંગ બાફેલા બટાકાં
1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
3 ટેબલસ્પૂન સેવ
5-6 ચાટ પાપડી
એક કપ પાણી
સ્વાદઅનુસાર મીઠું
ચાટ બનાવવાની રીત

સ્ટીમરમાં એક કપ પાણી લઇ તેમાં ફણગાવેલા મગને સ્ટીમ કરી લો. મગ બફાઇ જાય તે બાદ તેને એક બાઉલમાં કાઢી બધું પાણી નીતારી લો. તે બાદ તેમાં ડુંગળી, બટાકું, ટામેટું, લીલા મરચા એડ કરી યોગ્ય રીતે મિક્સ લો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા લીલા મરચાં, લાલ મરચું તેમજ મીઠું એડ કરો.
ચાટ બનાવવાની રીત

બાદમાં તેમાં લીંબૂનો રસ ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં લઇ તેની ઉપર પાપડી તેમજ સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2TB602z
No comments:
Post a Comment