આ છે લસણ ફોલવાની બેસ્ટ ટ્રિક
મોટાભાગની રસોઇમાં લસણ પડતું હોય છે અને તેમાં પણ શિયાળાની ઠંડીમાં લસણથી મઘમઘતી રસોઈ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. પરંતુ જો કોઇપણ ગૃહિણી માટે સૌથી કંટાળાજનક કામ હોય તો આ લસણને ફોલવું. ઘરમાં ફોલેલું લસણ પડ્યું હોય તો દરરોજ રસોઇ બનાવવામાં ઘણો સમય બચી જાય છે. તમે આ લસણને ફોલીને સ્ટોર પણ કરી શકો છો. આ માટે આ નવી ટ્રિક જોઈ લો જેથી માત્ર 2 મિનિટમાં 1 કિલો લસણ ફોલાઇ જશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સામગ્રી

સૂકું લસણ
1 કઢાઇ
2 ગ્લાસ પાણી
બનાવવાની રીત

લસણના દળાને હાથથી મસળી બધી જ કળીઓ છૂટી પાડી દો. હવે, છૂટા પડેલા ફોતરા અને કળીઓને અલગ પાડી લ્યો. ત્યારબાદ એક કઢાઇમાં પાણી લઈ થોડું ગરમ કરો. આ પાણીમાં પેલી લસણની કળીઓ નાખો. 1 મિનિટ એમ જ પલળવા દો.
બનાવવાની રીત

પાણીમાં લસણની બધી જ કળીઓ એક મિનિટ સુધી બરાબર પલળી જાય ત્યાર બાદ તેને પાણીમાં જ રહેવા દઈ બંને હાથથી કળીને મસળો. આમ કરતા જ કળી પરના ફોતરા તરત છૂટા પડી જશે.
બનાવવાની રીત

એકવાર બધા જ ફોતરા છૂટા પડ્યા બાદ આ પાણીમાંથી કળીઓ બહાર કાઢી લો અને એક કૉટનના કપડા પર પાથરી લૂછી લો. આ કળીઓને પૂરી રીતે કોરી કર્યા બાદ ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.
સૌજન્યઃ wikihow.com
from Page Array – I Am Gujarat http://bit.ly/2VyNrhd
No comments:
Post a Comment