Latest

Sunday, January 6, 2019

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નો પ્રારંભ, રાજ્યમાં 10 સ્થળો પર કરાશે ઉજવણી

International Kite Festival 2019

અમદાવાદઃ અમદાવાદમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નો પ્રારંભ થઈ ગયો છે. શહેરના NID મેદાનમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવની શરુઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમની શરુઆતમાં યોગના કેટલાક પ્રયોગો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી. અહીં ભારત સહિત અમેરિકા, જાપાન, ચીન વગેરે દેશોના પતંગબાજો પોતાના વિવિધ પ્રકારના પતંગો ઉડાવશે. (તસવીરો અને વીડિયોઃ યોગેશ, TOI)

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

વિદેશી પતંગબાજોની કળા

ભારતમાં 40થી વધુ દેશોના પતંગબાજો આવ્યા છે જેમાં અમેરિકા, જાપાન, ચીન, રશિયા, કેનેડા વગેરે દેશોનો સમાવેશ થાય છે. અહીં પતંગ મહોત્સવ નિહાળવાનો સમય સવાના 10-30થી સાંજના 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં આજથી શરુ થયેલો પતંગ મહોત્સવ 13 જાન્યુઆરી સુધી ચાલશે.

આ 10 જગ્યાઓ કરાયું છે આયોજન

અમદાવાદઃ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ

અમદાવાદના રિવરફ્રંટ પર યોજાયેલ ઇન્ટરનેશન કાઇટ ફેસ્ટિવલમાં અલગ અલગ આકારના પતંગો જોવા મળ્યા

IamGujarat द्वारा इस दिन पोस्ट की गई शनिवार, 5 जनवरी 2019

અમદાવાદ સહિત રાજ્ય 10 જગ્યા પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો કાર્યક્રમ આ પ્રમાણે રહેવાનો છે. અમદાવાદઃ 6-13 જાન્યુઆરી, વડોદરાઃ 7 જાન્યુઆરી, કેવડિયાઃ 8 જાન્યુઆરી, દ્વારકાઃ 8 જાન્યુઆરી, સુરતઃ 9 જાન્યુઆરી, રાજકોટઃ 9 જાન્યુઆરી, સોનગઢઃ 10 જાન્યુઆરી, જેતપુરઃ 10 જાન્યુઆરી, સાપુતારાઃ 11 જાન્યુઆરી, ધોરડો (સફેદ રણ): 11-12 જાન્યુઆરી.

આકાશમાં ઉડ્યા વિવિધ પતંગો

આ વિવિધ સ્થળો પર પતંગ રસિકોને અલગ-અલગ દેશોના પતંગબાજોના પતંગ જોવાનો લાહવો મળશે. જુઓ અમદાવાદથી શરુ થયેલા આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019ની કેટલીક ખાસ તસવીરો.

International Kite Festival 2019

International Kite Festival 2019

International Kite Festival 2019

International Kite Festival 2019

International Kite Festival 2019

International Kite Festival 2019

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2Fd22sX

No comments:

Post a Comment

Pages