બોલિવુડનું હેપ્પી કપલ

14 અને 15 નવેમ્બરે દીપિકા અને રણવીરે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા. બોલિવુડનું આ હેપ્પી કપલ એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે હવે જગજાહેર છે. 6 વર્ષ સુધી રિલેશનશીપ અને લગ્ન બાદ એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમાં દર્શાવવામાં આ પાવર કપલ જરાય ખચકાતું નથી. જો કે લગ્ન બાદ દરેક કપલના જીવનમાં થોડું તો પરિવર્તન આવે છે. આ સ્ટાર કપલની જિંદગીમાં શું બદલાયું તેનો ખુલાસો હાલમાં જ રણવીરે એક ઈન્ટરવ્યૂમાં કર્યો.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
દીપિકાએ બનાવ્યા છે આ રૂલ્સ

રણવીરને પૂછવામાં આવ્યું કે એવી કઈ વસ્તુઓ છે જે તે લગ્ન પહેલા કરી શકતો હતો અને હવે નથી કરી શકતો. જેના જવાબમાં દીપિકાના પતિએ કહ્યું, “દીપિકાએ મને મોડી રાત સુધી ઘરની બહાર રહેવાની ના પાડી છે, ભૂખ્યા પેટે ઘરની બહાર પગ મૂકવાની પરવાનગી નથી અને ફોન નહીં ઉપાડવા કે મિસ કરી દેવાની મંજૂરી નથી.”
નજર ના લાગે દીપિકાને: રણવીર

લગ્ન બાદ રણવીર દીપિકાના વખાણ કરતાં થાકતો નથી. રણવીરે કહ્યું, “દીપિકાને નજર ના લાગે. તે ખૂબ સુંદર છે. જ્યારે ઊંઘે છે ત્યારે ખૂબસુરત હોય છે ઉઠે છે ત્યારે પણ સુંદરતા એવી જ રહે છે. દિવસ દરમિયાન ગમે ત્યારે તેને જોઉં સુંદરતા ઘટતી નથી. દરરોજ તેની બાજુમાં ઉઠવું એક સપના જેવું છે. 6 વર્ષ થઈ ગયા અને હજુ મને વિશ્વાસ નથી થતો. આ શાનદાર અનુભવ છે.”
દીપિકા એકદમ ઘરેલુ છે: રણવીર

રણવીરના મતે દીપિકા બહાર દેખાય છે તેવી ‘ડીવા’ નથી. રણવીરે કહ્યું કે, “દીપિકા એકદમ ઘરેલુ છે. મને તેની આ બાબત ખૂબ ગમે છે. તે આજે જ્યાં પણ છે, જે કંઈ પણ મેળવ્યું છે પણ દિલથી તે ગૃહિણી જેવી છે. મને ખબર છે કે તે મારું જીવન સુંદર બનાવશે.”
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ANoWE0
No comments:
Post a Comment