200 કરોડનું વળતર માંગ્યુંઃ

દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર અને સાયરા બાનોએ બાંદ્રા વિસ્તારમાં પોતાની 250 કરોડની પ્રોપર્ટી પર ખોટો દાવો કરવાના આરોપમાં બિલ્ડરને માનહાનિની નોટિસ મોકલી છે. આ નોટિસમાં તેમણે બિલ્ડરને માફી માંગવાની સાથે સાથે પબ્લિકમાં બદનામ કરવા માટે 200 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
સંપત્તિનો મામલોઃ

દીલિપ કુમાર અને સાયરા બાનોએ જાન્યુઆરી 2018માં પોલીસ ફરિયાદ કરી હતી જેમાં તેમણે બિલ્ડર સમીર ભોજવાની પર 250 કરોડની સંપત્તિના ડોક્યુમેન્ટ્સમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો હતો.
બિલ્ડરે કરી હતી ઘોષણાઃ

સમીર ભોજવાનીએ 21 ડિસેમ્બરે એક પબ્લિક નોટિસ જાહેર કરીને ઘોષણા કરી હતી કે તે આ સંપત્તિનો માલિક છે. ભોજવાનીએ દાવો કર્યો કે દિલીપ કુમાર ત્યાં લીઝ પર રહે છે.
ટ્વીટર થકી કર્યો વડાપ્રધાનનો સંપર્કઃ
Request from Saira Banu Khan: The Hon’ble @PMOIndia Shri @narendramodi
Sir, Land Mafia Samir Bhojwani realeased from Jail. No Action Taken despite assurances by CM @Dev_Fadnavis
Padma Vibhushit betrayed, Threatened by money n muscle power. Request meeting wth u in #mumbai— Dilip Kumar (@TheDilipKumar) December 16, 2018
આ બાબતે વાંધો ઊઠાવતા દીલિપ કુમાર અને સાયરા બાનોએ ડિફેમેશનની નોટિસ મોકલી છે. થોડા દિવસ પહેલા સાયરા બાનોએ વડાપ્રધાન મોદીની આ મામલે મદદ માંગી હતી. ટ્વીટમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા કહ્યું હતું કે આશ્વાસન આપ્યા છતાંય તેમણે કશું કર્યું નથી.
સતત ધમકાવવામાં આવી રહ્યા છેઃ
Request from Saira Banu Khan: To the Hon’ble @PMOIndia Shri @narendramodi Awaiting for appointment. I am tired of repeated assurances from CM @Dev_Fadnavis “I AM TRYING“ Sir you are the last hope of protecting DILIP SAHAB’s only house from Land Mafia Samir Bhojwani. I beg
— Dilip Kumar (@TheDilipKumar) December 18, 2018
દિલીપ કુમારના ઓફિશયલ ટ્વીટર એકાઉન્ટ પર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિક્વેસ્ટ કરી કે ભૂમાફિયા સમીર ભોજવાની જેલમાંથી છૂટી ગયો છે અને આશ્વાસન છતાંય કોઈ કાર્યવાહી નથી થઈ. પદ્મવિભૂષણને દગો આપવામાં આવ્યો છે, પૈસા અને તાકાતથી ધમકાવવામાં આવ્યા છે. મુંબઈમાં તમારી સાથે મુલાકાત થાય તેવી વિનંતી છે.
મુખ્યમંત્રીએ હજુ સુધી નથી ભર્યા પગલાઃ

આ ટ્વીટમાં સાયરા બાનુએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટેગ કર્યા હતા. આ પછી ફડણવીસે જણાવ્યું કે તે દીલિપ કુમાર અને સાયરા બાનુ સાથે આ વિષે ચર્ચા કરશે. ત્યાર બાદ સાયરા બાનોએ જણાવ્યું કે વડાપ્રધાન સુધી વાત પહોંચ્યા બાદ આ મુદ્દો ઝડપથી સુલઝાવવાની વાત આવી છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2C2agAJ

No comments:
Post a Comment