Latest

Saturday, January 26, 2019

ગણતંત્ર દિને વિરાટ બ્રિગેડે દેશવાસીઓને આપી જીતની ભેટ, ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું

કિવી ટીમને હરાવી ભારત 2-0થી આગળ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની પિચ પર સ્પિનર કુલદીપ યાદવે જોરદાર પ્રદર્શન કર્યું. પહેલી વન ડેની જેમ બીજી મેચમાં પણ યાદવે યજમાન ટીમની કમર તોડીને 45 રન આપી 4 વિકેટ ખંખેરી. યાદવની ઘાતક બોલિંગ અને બેટ્સમેનોના આક્રમક પ્રદર્શનના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 4 વિકેટે 324 રન ફટકાર્યા. રોહિત શર્મા અને શિખર ધવને સૌથી વધુ રન કર્યા. રોહિતે 87 અને ધવને 66 રન બનાવી ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

કુલદીપ યાદવે ઝડપી 4 વિકેટ

324 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલી કિવી ટીમ સતત વિકેટ ગુમાવતી રહી અને 40.2 ઓવરમાં 234 રન જ બનાવી શકી. કુલદીપ યાદવે સતત બીજી વન ડેમાં 4 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો. આ પ્રકારે ભારતીય ટીમે 5 મેચની સીરીઝમાં શરૂઆતની બે મેચ જીતી લીધી છે. ભારત સીરીઝમાં 2-0થી આગળ છે. રનના મામલે ભારતે ન્યૂઝીલેન્ડમાં મેળવેલી આ સૌથી મોટી જીત છે.

ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન

ન્યૂઝીલેન્ડની ટીમ માટે ડગ બ્રેસવેલે સૌથી વધુ 57 રન બનાવ્યા. તેણે 46 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. ભારતીય ટીમમાંથી કુલદીપ યાદવ ઉપરાંત ભુવનેશ્વર કુમાર અને યુજવેંદ્ર ચહલે બે-બે વિકેટ લીધી. મોહમ્મદ શમી અને કેદાર જાધવ એક-એક વિકેટ ખંખેરવામાં સફળ રહ્યા. ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો રોહિત અને ધવન ઉપરાંત મહેંદ્રસિંહ ધોનીએ 48 રને નોટ આઉટ રહ્યો. અંબતિ રાયડૂએ 47 રન અને કેપ્ટન કોહલીએ 43 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસને ભારતની બે-બે વિકેટ ઝડપી હતી.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – I Am Gujarat http://bit.ly/2WkAFDn

No comments:

Post a Comment

Pages