Latest

Sunday, January 6, 2019

BB 12ની વિનર દીપિકાથી નારાજ શ્રીસંતના ફેન્સ, એસિડ એટેકની આપી ધમકી

દીપિકા કક્કરને આપી ધમકી

બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કર જીત બાદ એક તરફ જીતની ખુશી મનાવી રહી છે. ત્યારે બીજી તરફ શ્રીસંતથી નારાજ તેના ફેન્સ દીપિકા પર અટેક કરવાની ધમકી આપી રહ્યા છે. દીપિકાના ચાહકોએ આ વાતની જાણકારી મુંબઇ પોલાીસને આપી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

એસિડ એટેકની આપી ધમકી

બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કર પર એસિડ અટેક કરવાની વાત સોશિયલ મીડિયા પર એક યુઝરે કરી. આ યુઝરે પોતાને શ્રીસંતનો ફેન ગણાવ્યો. ટ્વીટમાં દીપિકા સામે ખરાબ ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે જો ક્યારેય તુ મને સામે મળી તો તારા પર એસિડ ફેંકીશ. આ ટ્વીટ બાદ દીપિકાના ફેન્સ એલર્ટ થયા છે. અને આ વિશે મુંબઇ પોલીસને જાણકારી આપી.

મુંબઇ પોલીસને કરી જાણ

Dipika Kakar™ 💫BB12 Winner નામના દીપિકાના ફેન પેજથી ટ્વીટ કરી મુંબઇ પોલીસને આ મામલે ધ્યાન દોરવાની વાત કરી છે.

‘મારી હારથી મારા ફેન્સ નારાજ’

 

 

બિગ બોસ 12માં શ્રીસંત હારી જતા તેનો ચાહક વર્ગ ઘણો નિરાશ છે. એક રેડિયો સ્ટેશનને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રીસંતે કહ્યું કે, ‘મને બિગબોસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ જાણ થઇ કે મારા વિનર ન બનાવાથી કેટલાક લોકો નિરાશ છે. હું તેમની માફી માંગુ છું. તમે લોકો જાણો છો કે હું રિયલ વિનર છું. બિગ બોસ 12માં જ નહીં રિયલ લાઇફમાં પણ’



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2Fapl7l

No comments:

Post a Comment

Pages