Latest

Wednesday, January 30, 2019

સાત ફિલ્મો ફ્લોપ થયા બાદ આ એક્ટરે શરૂ કર્યો એવો બિઝનેસ કે આજે કરોડોમાં આળોટે છે 😮

હિટ ફિલ્મથી કરી શરૂઆતઃ

ફિલ્મ સ્ટાઈલ અને એક્સ્ક્યુઝ મીમાં શર્મન જોશી સાથે દેખાયેલા હીરો સાહિલ ખાને એ સમયે ખાસ્સી પોપ્યુલારિટી મેળવી હતી. આ ફિલ્મો હિટ તો ગઈ હતી પરંતુ તેનો ફાયદો માત્ર શર્મન જોશીને થયો. શરમન પોતાની કરયિર બનાવવા આગળ વધી ગયો પરંતુ સાહિલ પાછળ છૂટી ગયો.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

કામ મળવાનું બંધ થયુઃ

ત્યાર બાદ સાહિલે રામા-ધ સેવિયર, ડબલ ક્રોસ, અલ્લાદીન જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું પરંતુ ફિલ્મ બોક્સ ઑફિસ પર ઊંધા માથે પછડાઈ અને સાહિલ ગુમનામ એક્ટરની યાદીમાં ધકેલાઈ ગયો અને તેને કામ મળવાનું બંધ થઈ ગયું.

જિમ શરૂ કર્યુંઃ

કામ ન મળતા સાહિલે પોતાનું એક જિમ શરૂ કર્યું જે ખાસ્સુ પોપ્યુલર થઈ ગયું છે. આજે સાહિલ કોઈ સુપરસ્ટાર કરતા પણ વધારે લેવિશ લાઈફ જીવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેની ફિટનેસના દીવાના છે. તેણે 2004માં બોલિવુડ એક્ટ્રેસ નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ હવે બંને છૂટ્ટા પડી ગયા છે.

પત્નીએ લગાવ્યો ગે હોવાનો આરોપઃ

નિગારે સાહિલ ખાન પર ગે હોવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાહિલની કોઈ છોકરા સાથે કોમ્પ્રોમાઈઝિંગ પોઝિશનમાં ફોટો વાયરલ થઈ ગયો હતો. ત્યાર બાદ લોકોએ સાહિલ ગે હોવાનું માનવાનું શરૂ કરી દીધું હતું. નિગારે મિડીયા સામે કહ્યું કે તેનો પતિ ગે છે અને એટલે જ તે તલાક લેવા માંગે છે.

લક્ઝુરિયસ લાઈફ જીવે છેઃ

2001માં સ્ટાઈલ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યા બાદ સાહિલે 7 ફિલ્મો કરી પણ બધી જ ફ્લોપ જતા તેણે ફિલ્મી કરિયર છોડી દીધી હતી. આજે જિમના બિઝનેસમાં અઢળક કમાણી કરીને તે ભલભલાને ઈર્ષ્યા આવે તેવી લાઈફ જીવી રહ્યો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2DIfYtD

No comments:

Post a Comment

Pages