દેશમાં ડર વાળા નિવેદન બાદ વધુુ એક વીડિયો વાયરલ

નવી દિલ્હી: ‘ભારતમાં બાળકો અંગે ડર લાગે છે’ નસીરુદ્દીન શાહના આ નિવેદન પર હજુ તો વિવાદ શમ્યો નથી ત્યાં એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નસીરુદ્દીન બોલતા જોવા મળે છે કે, ભારતમાં ધર્મના નામે નફરતની દીવાલો ઊભી કરવામાં આવી રહી છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ માટે શૂટ કરાયેલા આ વીડિયોમાં નસીરુદ્દીન આ બોલતા સંભાળાય છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
‘દેશમાં ક્રૂરતા અને નફરતનો માહોલ’
In 2018, India witnessed a massive crackdown on freedom of expression and human rights defenders. Let's stand up for our constitutional values this new year and tell the Indian government that its crackdown must end now. #AbkiBaarManavAdhikaar pic.twitter.com/e7YSIyLAfm
— Amnesty India (@AIIndia) January 4, 2019
હ્યુમન રાઈટ્સ માટે કામ કરતી સંસ્થા એમનેસ્ટીના 2.13 મિનિટના વીડિયોમાં નસીરુદ્દીન કહે છે, “અધિકારીઓની માગ કરતા લોકોને બંધ કરવામાં આવી રહ્યા છે. કલાકારો, અભિનેતાઓ, સ્કોલર્સ અને કવિઓને દબાવામાં આવી રહ્યા છે. પત્રકારોને પણ શાંત કરી દેવાયા છે. ધર્મના નામે નફરતની દીવાલો બનાવાઈ રહી છે. નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે. દેશમાં ક્રૂરતા અને નફરતનો માહોલ છે.”
‘ક્યાં જઈ રહ્યો છે દેશ?’

એક્ટરે વધુમાં કહ્યું, “આ અન્યાય સામે જે લોકો અવાજ ઉઠાવે છે તેમની ઓફિસમાં દરોડા પડે છે. લાયસન્સ રદ કરી નાખવામાં આવે છે અને બેંક અકાઉન્ટ સીઝ કરી દેવાય છે જેથી તેમને સાચું બોલતા રોકી શકાય.” ઉર્દૂ ભાષામાં તૈયાર થયેલા આ વીડિયોમાં નસીરુદ્દીન કહે છે, “આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? શું આપણે એવો દેશ બનવા તરફ આગળ વધી રહ્યા છે જ્યાં અસહમતિને કોઈ સ્થાન ન હોય, જ્યાં ધનિકો અને શક્તિશાળી લોકોની જ વાત સાંભળવામાં આવે, જ્યાં ગરીબ અને પીડિતોનું શોષણ થાય? જ્યાં એક સમયે કાયદો હતો ત્યાં આજે અંધારું છે.”
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LTHQ0i
No comments:
Post a Comment