Latest

Sunday, January 6, 2019

રોહિત શર્માએ કર્યું દીકરીનું નામકરણ, આવો થાય છે નામનો મતલબ

રોહિત શર્માએ શેર કર્યો દીકરીનો ફોટો

મુંબઈઃ ભારતીય ટીમના ‘હિટમેન’ રોહિત શર્માના 31મી ડિસેમ્બરે પિતા બન્યો હતો. પિતા બનવાના સમાચાર મળતા જ તે ટેસ્ટ ટીમ છોડીને મુંબઈ જવા માટે રવાના થયો હતો. હાલમાં રોહિત શર્મા પોતાની પત્ની અને દીકરી સાથે સમય પસાર કરી રહ્યો છે. રવિવારે રોહિતે પોતાના ટ્વિટર હેન્ડસ પર એક ફોટો શેર કર્યો. તેમાં રોહિત ઉપરાંત રિતિકા અને તેમની દીકરી પણ છે. તેણે પોતાની દીકરીનું નામકરણ કર્યું છે.

આવું રાખ્યું દીકરીનું નામ

હકીકતમાં રોહિત હાલમાં પોતાની પત્ની સાથે છે અને તેણે દીકરીના જન્મ બાદ પહેલી તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ ફોટોમાં રોહિત-રિતિકા સાથે તેમની ક્યૂટ દીકરી પણ છે. ફોટો શેર કરવા સાથે રોહિત દીકરીનું નામ પણ જણાવ્યું. રોહિતે પોતાની દીકરીનું નામ સમાઈરા રાખ્યું છે, જેનો મતબલ મોહક એવો થાય છે. રોહિતે આ પહેલા પણ એક ફોટો શેર કર્યો હતો. જેમાં સમાઈરાની માત્ર આંગળીઓ દેખાઈ રહી હતી. આ ફોટોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

8મી જાન્યુઆરીએ ટીમ સાથે જોડાશે રોહિત

જણાવી દઈએ કે રોહિત સિડની ટેસ્ટ પહેલા ભારત આવી ગયો હતો. તે દીકરીના જન્મના કારણે ટેસ્ટ મેચ નહોતો રમી શક્યો. જોકે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. બીસીસીઆઈએ એક ટ્વીટ મુજબ તે 8મી જાન્યુઆરીએ ભારતીય ટીમ સાથે જોડાશે. ભારતને 12મી જાન્યુઆરીએ વન-ડે સીરીઝ રમવાની છે. તેની પહેલી મેચ સિડનીમાં જ રમાશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2R9oRoy

No comments:

Post a Comment

Pages