Latest

Sunday, January 6, 2019

બોક્સ ઓફિસ પર સિમ્બાએ મચાવી ધૂમ, 200 કરોડના ક્લબ તરફ આગેકૂચ

બોક્સ ઓફિસ પર ‘સિમ્બા’ની ધૂમ

ડિસેમ્બરના અંતમાં રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયાના 4 દિવસમાં જ 100 કરોડ ક્લબમાં સામેલ થનારી ‘સિમ્બા’ હાલ 200 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

200 કરોડના ક્લબ તરફ આગેકૂચ

રોહિત શેટ્ટીની આ આઠમી ફિલ્મ છે જે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ છે. જો સિમ્બા 200 કરોડની કમાણી કરશે તો ચેન્નઇ એક્સપ્રેસ અને ગોલમાલ અગેન બાદ રોહિત શેટ્ટીની આ ત્રીજી ફિલ્મ હશે જે 200 કરોડના ક્લબમાં સામેલ થશે.

174 કરોડની કરી કમાણી

રણવીર સિંહની સિમ્બા પર સતત બીજા અઠવાડિયે રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. સિમ્બાએ શનિવારે 14 કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મે અત્યારસુધીમાં કુલ 174 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. સિમ્બા નેટ અને ગ્રોસ કમાણીના મામલે 2018ની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2sa4YyP

No comments:

Post a Comment

Pages