Latest

Sunday, January 6, 2019

પીપળાના પાન પર સ્વસ્તિક બનાવીને કરો આ ઉપાય, ગમે તેવી ગરીબી ભાગશે દૂર

આર્થિક સમસ્યા ઘેરી રહી છે

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા કમાવા માંગે છે. પરંતુ અનેક પ્રયત્નો છતાં જીવનમાં પૈસાનો અભાવ રહેતો હયો છે. જો તમારી સાથે પણ આવી જ કોઈ સમસ્યા હોય તો પછી અહીં જણાવેલ ઉપાય કરો તમારા જીવનમાં નાણાં સંબંધિત અવરોધો દૂર થઈ જશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

આ ઉપાયથી આર્થિક તંગી દૂર ભાગશે

પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં સૌથી ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ પીપળાના પાંદડાને પૂજાથી લઇને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ વસે છે. તેથી જ પીપળાના ઝાડની પૂજા લાભદાયી ગણવામાં આવે છે.

પીપળાના પાનનો આ પ્રયોગ છે કારગર

સૌ પ્રથમ પીપળાનું અખંડિત પાન લો. તેને ગંગા પાણીથી સ્વચ્છ કરો. હવે તેના પણ જમણા હાથની ત્રીજા નંબરની આંગળી દ્વારા પીળા ચંદનથી પાંદડા પર સાથિયો બનાવો. આ પાંદડાને પૂજા સ્થળે મૂકો અને ઘી દીવો પ્રગટાવો. હવે કોઈપણ ગુરુવાર આ પાંદડા સામે ધ્યાન ધરી 41 વખત ‘નમો ભાગવતે શ્રી વિષ્ણુ રૂપ્યાય નમઃ’ નો જાપ કરો.

શ્રદ્ધાપૂર્વક આટલું કરો

આ જાપ કર્યા બાદ પીપળાના પાંદડાને ઘરના દરવાજા અથવા ઘરની ઉત્તર બાજુની દિશામાં જમીન પર મૂકી દો. થોડાક જ દિવસોમાં તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીરે ધીરે દૂર જવાનું શરૂ કરી દેશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2QrdwL6

No comments:

Post a Comment

Pages