Latest

Wednesday, January 30, 2019

ડબલ રૂપિયા ચૂકવીને આલિયાએ મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદ્યો આલિશાન ફ્લેટ

દમદાર અભિનેત્રી આલિયા

બોલિવુડમાં હાલ સફળ અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટની ગણના થાય છે. 6 વર્ષ પહેલા બોલિવુડમાં ડેબ્યૂ કર્યા બાદ એકથી એક ચડિયાતી ભૂમિકા ભજવી છે. એક્ટિંગના મામલે 25 વર્ષીય અભિનેત્રીએ ભલભલાને પાછળ છોડ્યા છે. આલિયાના પર્ફોર્મંસ પરથી અંદાજો લગાવી શકાય છે તે લાંબા સમય સુધી બોલિવુડ પર રાજ કરશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

આલિયાએ મુંબઈમાં ખરીદ્યો ત્રીજો ફ્લેટ

આલિયા પોતાની કમાણીનો પણ સ્માર્ટ ઉપયોગ કરી રહી છે. કમાણી ઈન્વેસ્ટ કરવા આલિયાએ અત્યાર સુધીમાં મુંબઈમાં બે ફ્લેટ ખરીદ્યા છે. હવે રિપોર્ટ્સ મુજબ આલિયાએ માયા નગરીમાં વધુ એક ફ્લેટ લીધો છે. રિપોર્ટ પ્રમાણે, આલિયાએ મુંબઈના જૂહુમાં 13 કરોડ રૂપિયામાં નવું ઘર ખરીદ્યું છે.

ફ્લેટ માટે બમણી કિંમત ચૂકવી

રિપોર્ટ મુજબ આલિયાનો આ ત્રીજો ફ્લેટ 2300 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. પહેલા માળે એક્ટ્રેસે ઘર ખરીદ્યું છે. આ ફ્લેટનો રેડી રેકોનેર રેટ 7.86 કરોડ છે. મતલબ કે, આલિયાએ આ ફ્લેટની લગભગ બમણી કિંમત ચૂકવી છે. આ ફ્લેટ માટે આલિયાએ 65.55 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. ફ્લેટમાં બે ગાડી પાર્ક કરવા માટે પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

આ ફિલ્મોમાં દેખાશે આલિયા

વર્કફ્રંટની વાત કરીએ તો, 14 ફેબ્રુઆરીએ આલિયા અને રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ રિલીઝ થશે. આ ઉપરાંત આલિયા બોયફ્રેંડ રણબીર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. ‘કલંક’માં વરુણ ધવન અને મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ આલિયા અભિનયનો જાદુ ચલાવશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WsPJPc

No comments:

Post a Comment

Pages