Latest

Thursday, January 31, 2019

જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરની સલાહ: શરદી-ખાંસીમાં રાહત મેળવવા સાકર ખાઓ

શરદી-ઉધરસ માટે અપનાવો આ ટિપ્સ

શિયાળા દરમિયાન સામાન્ય રીતે મોટાભાગના લોકો બંધ નાક, શરદી-ખાંસી અને ગળાના ઈન્ફેક્શનથી પરેશાન રહે છે. આ બીમારીઓનું કારણ ઠંડીની ઋતુને માનવામાં આવે છે સાથે જ તમારી ફૂડ હેબિટ્સ પણ જવાબદાર છે. શરદી-ઉધરસમાં રાહત મેળવવા ઢગલો દવાઓ અને કોમન એન્ટીબાયોટિક્સ ખાઈએ છીએ તેમ છતાં સંપૂર્ણ આરામ મળતો નથી. ત્યારે શરદી-ઉધરસને જડમૂળથી દૂર કરવા માટે જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે ટિપ્સ આપી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

સાકર આપશે રાહત

આયુર્વેદમાં જરૂરી પોષક તત્વો અને વિટામિનની ઉણપ દૂર કરીને શરીરને રિકવર કરવાના અક્સીર ઉપચારો આપેલા છે. આ કુદરતી ઉપચારથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી. ઋજુતા દિવેકરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શરદી-ઉધરસ, બંધ નાક અને ગળાના ઈન્ફેક્શનથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર સૂચવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ સાકર ખાવાથી આ પરેશાનીઓમાં રાહત મળશે.

ઋજુતા દિવેકરની ટિપ્સ

ઋજુતા દિવેકરે લખ્યું, “ગળમાં ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને નાક બંધ હોય તો સાકર ટ્રાય કરો. આયુર્વેદમાં સદીઓથી સાકરનો ઉપયોગ કરવામાં આવલે છે. ગાયક પોતાનો અવાજ સુરીલો અને સ્પષ્ટ રાખવા માટે સાકર ખાય છે. આ સિવાય સાકર પેટની સમસ્યાઓ અને એસિડિટીમાં પણ ફાયદાકારક છે. જે લોકો વિચારે છે કે ખાંડ ગળી હોવાથી ન ખાવી જોઈએ તો જાણી લો કે, સાકર એક ઔષધિ છે અને હેલ્ધી છે.”

સાકર કેવી રીતે ફાયદાકારક?

શુગર દરેક રૂપમાં નુકસાનકારક છે આવું લગભગ બધા જ લોકો માને છે. પરંતુ યાદ રાખો કે પર્યાપ્ત માત્રામાં સેવન કરવામાં આવે તો સાકર શરીર માટે ગુણકારી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાકર રિફાઈન્ડ કરેલી નથી હોતી અને શેરડીમાંથી બને છે. માટે પોષકતત્વોથી ભરપૂર છે. પ્રોસેસ કરેલી ખાંડના બદલી આખી સાકરનો ઉપયોગ કરો. સાકર શરીરમાં હીમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે જેથી લોહીનું ભ્રમણ બરાબર થાય છે અને અનીમિયા સામે રક્ષણ મળે છે. સાકર ખાવાથી આખો દિવસ સ્ફૂર્તિ જળવાઈ રહેશે.

એનીમિયાથી બચવા માટે આટલું ધ્યાન રાખો, ખોરાકમાં ઉમેરો આ વસ્તુઓ

સાકર ખાવાની યોગ્ય રીત

સાકરની મદદથી શરદી-ઉધરસ મટાડવા માટે યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે. સાકર સાથે મરી, ઘી મિક્સ કરો. આ બધી વસ્તુઓ શરીર માટે ગુણકારી છે. સાકરની ભૂકી સાથે કાળા મરીનો પાઉડર અને ઘી મિક્સ કરો. રાત્રે ડિનર બાદ આ મિશ્રણ પી લો. તમને શરદી-ઉધરસ અને બંધ નાકમાં રાહત મળશે. ઉધરસમાં રાહત મેળવવા હૂંફાળા પાણીમાં સાકરની ભૂકી મિક્સ કરો. આનાથી કફ બહાર નીકળશે.

ઋતુ બદલાતા થતી શરદી-ખાંસીમાં રાહત આપશે આ 15 ઘરેલુ નુસ્ખા



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2BeszDc

No comments:

Post a Comment

Pages