કોહલીને શું પસંદ છે?

માઉન્ટ માઉનાગુઈઃ ક્રિકેટના મેદાન પર સફળતાની નવી પરિભાષા લખી રહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી મેદાન બહાર નાની-નાની વસ્તુઓમાં પણ ખુશી શોધે છે. પછી તે પત્ની અનુષ્કા સાથે ચાંદની રાતમાં બેન્ચ પર બેસવાનું હોય કે રોજર ફેડરર સાથે રમતની વાતો કરવી. કોહલી અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા માટે ભારતમાં પ્રશંસકોની મોટી સંખ્યાના કારણે આ બધુ કરવું શક્ય નથી.
ન્યૂઝીલેન્ડમાં અનુષ્કા સાથે આ રીતે ટાઈમ વિતાવ્યો

ન્યૂઝીલેન્ડ જેવા બ્યૂટિફૂલ દેશમાં તે પોતાની પત્ની સાથે લાંબા વોક પર જવા અને કુદરતી સુંદરતા જોવાની મજા માણી રહ્યો છે. કોહલીએ સ્કાઈ સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, હું અને મારી પત્ની સામાન્ય વસ્તુઓ કરવાનું પસંદ કરીએ છીએ. જેવી કે લાંબી વોક પર જવાનું.
નેપિયરમાં ચાંદની રાતની લીધી મજા
DO NOT MISS: @imVkohli speaks about his fondness for Kiwi land, the simple things he loves to do off the field and his memorable meeting with tennis legend @rogerfederer at the @AustralianOpen
Full Video
https://t.co/wnEBzUBkOJ pic.twitter.com/ueqrfAPPDx
— BCCI (@BCCI) January 26, 2019
કોહલીએ આગળ કહ્યું, જો અમે નેપિયર જેવી સુંદર જગ્યા પર છીએ જે આટલી સુંદર છે તો અમે એક રાત્રે મરીન પરેડ ગયા જ્યાં બેંચ પર બેસીને ચાંદની રાતની મજા માણી અને વાતો કરતા રહ્યા. તેણે કહ્યું, અમે નાની-નાની વસ્તુઓની મજા લઈએ છીએ કારણ કે હંમેશા લોકોની નજરમાં રહીએ છીએ. અમને આ રીતના પળો મળતા જ નથી, આથી જ્યારે સમય મળે છે અને તેનો સંપૂર્ણ આનંદ ઉઠાવી લઈએ છીએ.
હાલમાં કરી રોજર ફેડરર સાથે મુલાકાત

હાલમાં જ કોહલી અને અનુષ્કા ઓસ્ટ્રેલિયન ઓપનમાં રોજર ફેડરરને મળ્યા અને ફેડરરે તેમની પાછલી મુલાકાત પણ યાદ હતી. કોહલીએ કહ્યું, અદ્ભૂત! હું તેમને પહેલા પણ મળ્યો છું પરંતુ તેમણે મને યાદ રાખ્યો, વાહ. કોહલીએ કહ્યું કે, તેમણે જણાવ્યું કે કેટલાક વર્ષો પહેલા એક મેચ દરમિયાન હું તેમને સિડનીમાં મળ્યો હતો. મને લાગ્યું વાહ હું તેમને યાદ છું. હું દર્શાવી નથી શકતો કે મને કેટલી ખુશી થઈ. હું બાળપણથી જેમને રમતા જોતા આવ્યો છું, તે મહાન ખેલાડી હોવાની સાથે એક સારા વ્યક્તિ છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2CP3xKO




No comments:
Post a Comment