Latest

Monday, January 7, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જોવા મળશે બોલિવૂડનો આ અભિનેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે વિવેક ઓબેરોય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બોલિવૂડ ફિલ્મ બનવા જઈ રહી છે, આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય ભજવશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક 7 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મનું નામ PM Narendra Modi છે અને આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમાર કરશે, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.

આ ફિલ્મનું શીર્ષક પીએમ નરેન્દ્ર મોદી છે

તરણ આદર્શે ટ્વિટ કરતા જણાવ્યું કે નક્કી થઈ ગયું છે…વિવેકાનંદ ઓબેરોય (વિવેક ઓબેરોય) નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મનું શીર્ષક પીએમ નરેન્દ્ર મોદી #PMNarendraModi છે. આ ફિલ્મ ઓમંગ કુમાર ડિરેક્ટ કરશે અને પ્રોડ્યુસર સંદિપ સિંહ હશે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2019માં શરૂ કરવામાં આવશે.

ફિલ્મનું શૂટિંગ ગુજરાત અને અન્ય સ્થળોએ કરવામાં આવશે

એવા પણ સમાચાર જાણવા મળ્યા છે કે આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરવામાં આવશે. વિવેક ઓબેરોયે આ પાત્ર માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2RcRTDJ

No comments:

Post a Comment

Pages