શિયાળાની સીઝનમાં વાળ વધારે ખરતા હોવાની સમસ્યા રહે છે. તો કેટલાક લોકોને એગ્ઝિમા અને સ્કાલ્પ ઇન્ફેક્શનની સમસ્યા થાય છે. કેટલાક એવા પણ નુસખા છે જેનાંથી સ્કાલ્પની ડ્રાયનેસને ઘટાડી શકાય સાથે જ વાળ પણ ખરતા અટકાવી શકાય.
વિટામિન-પ્રોટીન યુક્ત ભોજન લો

વાળ અને માથાની સ્કિનને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ભોજનની જરૂર છે. જે માટે તમારા ભોજનમાં વિટામિન અને પ્રોટીન પુરતી માત્રામાં હોય તે જરૂરી છે. પોષણ મેળવવા માટે ઇંડા, દૂધ તેમજ ડ્રાય ફ્રૂટ વધારે માત્રામાં ખાઓ. જેનાથી તમારા વાળ હેલ્ધીની સાથે સાથે ખરતા પણ અટકશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કેમિકલને કહો ‘ના’

જો તમે વાળ માટે શેમ્પૂ, કન્ડિશનર અથવા ક્લિન્ઝર જેવા કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોવ તો તેનો વપરાશ બંધ કરો. તેની જગ્યાએ ઘરગથ્થુ ઉપચાર કરો. જે વાળના સ્વાસ્થ્ય માટે સારૂ છે. કેમિકલયુક્ત પ્રોડક્ટ તમારા વાળને ડ્રાય કરે છે અને ડ્રાયનેસના કારણે વાળમાં ખોડો થાય છે.
માલિશ અને સ્ટીમ

વાળમાં તેલ માલિશ કરવાથી વાળને પોષણ મળે છે તેમજ વાળ સ્વસ્થ અને લાંબા થાય છે. જેથી અઠવાડિયામાં એકવાર વાળમાં તેલ માલિશ કરવું જરૂરી છે. વાળને સ્વચ્છ રાખવા માટે ગરમ પાણીમાં રૂમાલ ભીનો કરી વાળમાં સરખી રીતે લપટીને વાળને સ્ટીમ આપો. આમ કરવાથી તેલ સારી રીતે વાળ સુધી પહોંચે છે. આમ કરવાથી વાળના મૂળ પણ મજબૂત બને છે અને ખોડાની સમસ્યા દૂર થાય છે.
મેથીનો ઉપયોગ

મેથીમાં વધારે માત્રામાં નિકોટિનિક એસિડ અને પ્રોટીન હોય છે. જે વાળના મૂળને પોષણ આપે છે. એક ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખી તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે.
લીંબુનો ઉપયોગ

લીંબુના રસમાં વિટામિન એ,બી અને સી હોય છે જે વાળને સિલ્કી અને શાઇની બનાવે છે. વાળમાં ખોડો હોય તો ગરમ તેલમાં લીંબૂનો રસ નાખી માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે. સાથે જ વાળ ખરતા પણ અટકે છે
દહીં પણ ફાયદાકારક

દહીં ખાવાના ઘણાં ફાયદા છે, દહીંથી ખોડાની સમસ્યાથી છુટકારો મળે છે. માથામાં ખોડો હોય તો વાળને દહીમાં કાળા મરીનો પાઉડર મિક્ષ કરી ધુઓ. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ખોડો દૂર થશે સાથે જ વાળ કાળા અને લાંબા થશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2s0fJng
No comments:
Post a Comment