Latest

Wednesday, January 2, 2019

રફાલ મુદ્દે લોકસભામાં રાહુલ ગાંધી ‘JPC તપાસ થાય તો બધું ઉઘાડું પડી જશે’

રફાલ મુદ્દે રાહુલના પ્રહારો

નવી દિલ્હીઃ લોકસભામાં રફાલ મુદ્દે રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું છે. રાહલુ ગાંધીએ રફાલ મુદ્દે લોકસભામાં પ્રશ્ન ઉઠાવીને વિવાદિત ઑડિયો ટેપ ચલાવવા માગણી કરી હતી. લોકસભા અધ્યક્ષે આમ કરવાની મંજૂરી આપી નહોતી. જોકે લોકસભામાં અરુણ જેટલીએ આ ટેપને નકલી હોવા જણાવી વિપક્ષના તમામ આરોપ ફગાવી દીધા હતા.

આ પણ વાંચોઃ રાફેલઃ કોંગ્રેસ સંભળાવી ટેપ, ‘ફાઇલો પર્રિકરના બેડરુમમાં’

રાહુલે સીધુ મોદી પર જ નિશાન તાકતા પૂછ્યા સવાલો

આજે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષે રફાલ મુદ્દે હોબાળો મચાવી દીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘AIDMKના સાંસદો મને બોલવા નથી દેતા. મે કાલે જ પીએમ મોદીનો દોઢ કલાકનો ઇન્ટર્વ્યુ જોયો છે. જેમાં તેમણે કોઈ જ જવાબ આપ્યા નથી. બસ તેમણે પોતાની જાતે જ કહી દીધું કે મારા પર કોઈ આરોપ નથી. પરંતુ સમગ્ર દેશ PM મોદીને સવાલ પૂછી રહ્યો છે કે રફાલ સોદામાં લિસ્ટ કેમ બદલવામાં આવ્યું. કોણે 136થી ઘટાડીને 36 જ વિમાનનો સોદો નક્કી કરી નાખ્યો કોણે આ સોદામાં ફેરફાર કર્યો છે. AIDMK મોદીનો બચાવ કરી રહી છે. નવી ડીલની કિંમત 526 કરોડથી 1600 કરોડ કેમ થઈ ગઈ.’

પીએમ મોદી ડરી ગયા કે પોતાના રુમમાં જ બેઠા છે

તેમણે કહ્યું કે, ‘ફ્રાંસના રાષ્ટ્રપિતએ પણ બલ્યા હતા કે મોદીના કહેવા પર અનિલ અંબાણીને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. અનિલ અંબાણી એક અસફળ વેપારી છે. અનિલ અંબાણી પર 45 કરોડનું કરજ છે. દસૉ કંપની તરફથી અનિલ અંબાણીને રુપિયા મળ્યા હતા. જો બધુ બરાબર હોય તો હજુ સુધી કેમ એકપણ એરક્રાફ્ટ દેશમાં નથી આવ્યું. પીએમ મોદીએ પોતાના મિત્રને ડીલ કેમ આપી અને શા માટે પીએમ મોદી પોતાના રુમમાં બેઠા છે.’

JPC તપાસ જરુરી

આગળ રાહુલે કહ્યું કે, ‘હું એક ઓડિયો ટેપ બધાને સંભળાવવા માગુ છું. જોકે લોકસભા અધ્યક્ષ દ્વારા તેમને આ ટેપ સંભળાવવાની મંજૂરી આપવામાં આવી નહોતી.’ જેટલીએ આ ઑડિયો ટેપ નકલી હોવાનું કહીને વાત ફગાવી હતી. પરંતુ રાહુલે કહ્યું કે જો ટેપ નકલી છે તો પછી શા માટે તેનાથી ડરો છો. રાહુલે કહ્યું રફાલમાં દાળમાં કાળુ નહીં પણ આખી દાળ જ કાળી છે. રાહુલે આ મામલે JPC ગઠિત કરીને તપાસ કરાવવાની માગણી કરી હતી. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મોદીજીએ પોતાના મિત્ર ડબલ Aની ખિસ્સા ભર્યા છે. માટે જ કાલના ઇન્ટર્વ્યુમાં મોદી ખબરાતા હતા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2LKBTTv

No comments:

Post a Comment

Pages