Latest

Monday, January 7, 2019

પોસ્ટઓફિસમાં જમા આટલા કરોડ રૂપિયાનાં નથી કોઇ દાવેદાર!

આટલા કરોડનું નથી કોઇ માલિક!

દેશભરના અલગ-અલગ પોસ્ટઓફિસના બચતખાતામાં 9,395 કરોડ રૂપિયાની રકમ બિનવારસ હાલતમાં છે. 2,429 કરોડ રૂપિયા કિસાન વિકાસ પત્રમાં લાવારિસ સ્થિતિમાં છે. જ્યારે મંથલી ઇનકમ સ્કીમમાં 2,056 કરોડ રૂપિયા એવા છે જેનો કોઇ દાવેદાર નથી. આ જ રીતે એનએસસીમાં પણ 1,888 કરોડ રૂપિયાનો દાવો કરનારૂ કોઇ નથી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

પોસ્ટઓફિસમાં જમા રકમ લાવારિસ

સૌથી મહત્વની વાત એ છે કે લાવારિસ પડેલી લગભગ અડધી રકમ પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશની પોસ્ટઓફિસમાં જમા છે. આ પહેલા ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના ખાતાઓમાં મોટી માત્રામાં રકમ બિનવારસી હોવાની વાત સામે આવી હતી.

LIC ટોચ પર

સરકારી આંકડા મુજબ 31 માર્ચ, 2018એ દાવારહિત કુલ રકમ 15,166.47 કરોડ રૂપિયા હતી. આવી કંપનીઓની લિસ્ટમાં સાર્વજનિક ક્ષેત્રની કંપની જીવન વિમા નિગમ ટોચ પર છે. જેની પાસે રહેલા 10,509 કરોડ રૂપિયાનું કોઇ દાવેદાર નથી, જ્યારે ખાનગી કંપનીઓ પાસે આવી રકમ 4,657.45 કરોડ રૂપિયા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VwKxtb

No comments:

Post a Comment

Pages