કોંગ્રેસ રાફાલ મુદ્દે નવી ઑડિયો ટેપ લઈ આવ્યું

નવી દિલ્હીઃ રફાલ ડીલ પર એક ઑડિયો ક્લિપના સહારે કૉંગ્રેસ પાર્ટીએ ફરી એકવખત કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કૉંગ્રેસે દાવો કર્યો છે કે ગોવાના મંત્રીમંડળમાં પૂર્વ રક્ષા મંત્રી અને હાલના સીએમ મનોહર પર્રિકરે રફાલ ડીલના રહસ્ય પર કેટલીક અગત્યની માહિતીઓ આપી હતી. જો કે તેમના જ મંત્રી વિશ્વજીત રાણે સાથે કરેલી વાતચીતમાં હવે કેદ છે. કૉંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પોતાના દાવાને પુરાવા તરીકે રજૂ કરવા ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેની વાતચીતની એક ઑડિયો ક્લિપ પણ સંભળાવી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ઑડિયો ટેપમાં ભાજના ગોવાના મંત્રીનો અવાજ હોવાનો દાવો
Hear the leaked conversation with BJP MLA, @visrane, as he reveals Goa CM @manoharparrikar has hidden details of the #RafaleScam #RafaleAudioLeak pic.twitter.com/pIWnmFQp3q
— Congress (@INCIndia) January 2, 2019
ઑડિયોમાં સંભળાય છે, ‘મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે રફાલ પર સંપૂર્ણ માહિતી તેમના બેડરૂમમાં છે.’ તેના પર બીજી વ્યક્તિ હસી પડે છે. એટલું જ નહીં ક્લિપમાં સંભળાય છે કે, ‘તમે આ વાતને કોઇની પણ સાથે ક્રોસ ચેક કરાવી શકો છો જે કેબિનેટ મીટિંગમાં સામેલ રહ્યાં હોય. તેમણે (સીએમ) કહ્યું છે કે દરેક દસ્તાવેજ તેમના રૂમમાં છે.’
કોંગ્રેસ કહ્યું આ ક્લિપ પોતે જ ઘણું કહી જાય છે
#WATCH Randeep Surjewala, Congress releases audio clip of Goa Health Minister Vishwajit Pratapsingh Rane claiming Chief Minister Manohar Parrikar has "All the files related to #RafaleDeal in his bedroom" pic.twitter.com/M8VZbfPnxJ
— ANI (@ANI) January 2, 2019
સુરજેવાલાના આ દાવાથી રફાલ મુદ્દો ફરી એકવખત ગરમ થયો છે. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે આજે જ સુપ્રીમ કોર્ટમાં રફાલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરાઇ છે. કૉંગ્રેસ પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘ગોવાના મંત્રીની વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે પર્રિકરે કથિત રીતે કહ્યું કે કોઇ તેમનું કંઇ કરી શકશે નહીં અને રફાલની તમામ ફાઇલો તેમની પાસે છે.’
દેશના ચોકીદાર જ મોટા ચોર છે
કૉંગ્રેસનું કહેવું છે કે પૂર્વ રક્ષા મંત્રીનું આમ કહેવું કૌભાંડના તમામ આરોપોની પુષ્ટિ કરે છે કે રફાલ ડીલમાં દરેક સ્તર પર ગોટાળા છે, તેના માટે ચોકીદાર જ જવાબદાર છે. સુરજેવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે જે સમયે ચોકીદારે 10 એપ્રિલ 2015ના રોજ પેરિસમાં રફાલ ખરીદીની એકતરફી જાહેરાત કરી હતી, તે સમયે રક્ષા મંત્રી પર્રિકર ગોવામાં માછલી ખરીદી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ચોકીદારના પ્રતિનિધિમંડળમાં રક્ષા મંત્રી સામેલ નહોતા પરંતુ તેમની સાથે અનિલ અંબાણી ગયા હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2LL72Gq
No comments:
Post a Comment