Latest

Wednesday, January 2, 2019

YouTube ઉપરથી ગાયબ થયું ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર, કોનો ‘હાથ’? 🤔

કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ફિલ્મઃ

અમુક બોલિવુડ મૂવીઝ રીલીઝ થતા પહેલા જ કોન્ટ્રોવર્સીમાં આવી જાય છે. હવે અનુપમ ખેરની આગામી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પણ વિવાદમાં સપડાઈ છે. આ મૂવીનું ટ્રેલર ગયા અઠવાડિયે રીલીઝ થયુ હતુ. આ ટ્રેલર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન આધારિત છે. આથી તેના પર પોલિટિકલ પાર્ટીઓની ડિબેટ ચાલુ થઈ ગઈ હતી.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

સ્પેશિયલ સ્ક્રીનીંગની માંગઃ

કોંગ્રેસના નેતાઓએ પ્રોડ્યુસર્સને તેમના માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવા પણ જણાવ્યું હતું. અનુપમ ખેરે સ્પષ્ટ જણાવી દીધું હતું કે માત્ર ડો. મનમોહન સિંહ માટે જ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે, બીજા કોઈ માટે નહિ. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડ થવા માંડ્યુ હતુ.

ટ્રેલર ગાયબ થયુઃ

પરંતુ હવે આ ટ્રેલર યુટ્યુબ પરથી ગાયબ થઈ ગયુ છે. અનુપમ ખેરના ચાહકોએ તેમની ચિંતા શેર કરી હતી. આ સાથે જ અનુપમ ખેરે અમુક સ્ક્રીનશોટ પોસ્ટ કરીને ટ્વીટ કર્યું હતું કે આ ફિલ્મનું ટ્રેલર કાં તો દેખાતુ નથી અથવા તો 50મા રિઝલ્ટમાં દેખાય છે. અમુક દિવસ પહેલા આ ટ્રેલક નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ સાથે તેમણે યુટ્યુબને આ સમસ્યાનું સમાધાન શોધવા વિનંતી કરી છે.

ભાજપે ટ્વીટ કર્યું હતુ ટ્રેલરઃ

ઉલ્લેખનીય છે કે ભાજપે પણ આ ટ્રેલર ટ્વીટ કરતા વિવાદ કર્યો હતો. આ ટ્રેલરમાં કોંગ્રેસના સર્વેસર્વા ગાંધી પરિવારને વાંધો આવે એવુ ઘણુ બધુ છે. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ 25 જાન્યુઆરી 2019ના રોજ રીલીઝ થવા જઈ રહી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2s2J40e

No comments:

Post a Comment

Pages