Latest

Saturday, January 5, 2019

શુક્રવારે ઇલાયચીનો કરો આ ઉપાય, લક્ષ્મી માતાની કૃપા કાયમ રહેશે

લક્ષ્મી માતાની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે શુક્રવાર

શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શુક્રવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને ઈલાયચી અને સાથે થોડાં રૂપિયાનું દાન કરવાથી ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

પાંચ ઇલાયચીને લાલ રંગના કપડાંમાં બાંધી દો અને…

શુક્રવારના દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં પાંચ ઇલાયચી રાખો અને ત્યારબાદ લક્ષ્મી માતાના મંત્રોનું પઠન કરો, ત્યારબાદ આ પાંચ ઇલાયચીને લાલ રંગના નાના કપડાંમાં બાંધીને તેને પોતાના પાકિટમાં મૂકી દો. આવું કરવાથી તમારું પાકિટ હંમેશાં પૈસાથી ભરેલું રહેશે.

જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકોએ…

જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકોએ શુક્રવારના દિવસે દેવી લક્ષ્મી માતાને બે લીલી ઈલાયચી અને સફેદ મીઠાઈનો પ્રસાદ ચઢાવવો જોઈએ. આ પૂજા ગુરુવારના રોજ પણ કરી શકાય છે. આવું કરવાથી જલદી જ લગ્ન થઈ જશે.

નોકરીના ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો…

શુક્રવારના દિવસે લક્ષ્મી માતાને ઈલાયચીયુક્ત ખીરનો પ્રસાદ ધરાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય જો તમે નોકરીના ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો માતા લક્ષ્મીના ચરણોમાં મૂકેલી ઈલાયચીને તમારા ખિસ્સામાં રાખી દો. તમને ચોક્કસ સફળતા મળશે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2QksyCB

No comments:

Post a Comment

Pages