બેટિંગ અને બોલિંગ જ નહીં ડાન્સ હુનર પણ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીની વિરાટ ટીમે ઈતિહાસ બનાવ્યો છે. સિરીઝ જીતીને ટીમ ઈન્ડિયાએ ક્રિકેટની દુનિયમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ગ્રાઉન્ડ પર ડાન્સ-મસ્તી, ગીત અને હાથમાં ત્રિરંગો લઈને ખેલાડીઓ જીતનો આનંદ લઈ રહ્યા હતા. આ જીતને લઈને કેપ્ટનથી કોચ સુધી બધા જ ખુશ છે. જોકે, મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમે પોતાનું ડાન્સ ટેલેન્ટ પણ દેખાડ્યું હતુ.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
આ પૂજારા ડાન્સ હતો

સિડની ક્રિકેટગ્રાઉન્ડ પર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ડાન્સ બાદ જ્યારે કોહલીને સોશિયલ મીડિયા પર સવાલ કરવામાં આવ્યો ત્યારે કોહલીએ કહ્યું કે, આ ‘પૂજારા ડાન્સ’ છે. આ ઐતિહાસિક જીત બાદ જ્યારે વિરાટ કોહલીએ મીડિયાને સંબોધન કર્યું ત્યારે ટીમ ઈન્ડિયાના અનોખા ડાન્સ પર સવાલ કરવમાં આવ્યા હતા. આ પછી કોહલીએ સ્પષ્ટતા કરી કે, આ પૂજારા ડાન્સ હતો કારણ કે, જ્યારે પણ તે ચાલે છે ત્યારે તે પોતાના હાથ હલાવતો નથી. વધારે હું નહીં કહી શકું પણ પંત કહી શકશે.
કોણે આપ્યો આ આઈડિયા?
Cheteshwar Pujara: can bat, can't dance?
Celebrations have well and truly begun for Team India! #AUSvIND pic.twitter.com/XUWwWPSNun
— cricket.com.au (@cricketcomau) January 7, 2019
વિરાટે કહ્યું હતું કે, પૂજારા આ સ્ટાઈલમાં ચાલે છે. આ આઈડિયા પંતે આપ્યો હતો અને મે ફોલો કર્યો. ખરેખર કહું તો મને ખબર ન હતી તેઓ શું કરવા માગે છે. અમને એ સારું લાગ્યું જે ખૂબ સરળ હતું. પણ એ સમયે પૂજારા ખુશ હતો અને હસી રહ્યો હતો. પણ તે આ કરી શક્યો નહી. તે ખૂબ સાદો સિમ્પલ છે. ભારતે એડિલેડમાં ટેસ્ટ શ્રેણી જીતીને એક નવી શરૂઆત કરી છે. પર્થ ટેસ્ટ જીતીને તેણે ઓસ્ટ્રેલિયાની બરોબરી કરી હતી અને મેલબોર્નમાં ભારતે જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. સોમવારે સિડની ટેસ્ટ ડ્રો જતા 2-1 ભારતે સિરીઝ જીતી લીધી હતી.
શરમાઈ રહ્યો છે પૂજારા

જ્યારે આ જીતનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે બીજા ખેલાડીઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પૂજારા થોડો શરમાઈ રહ્યો હતો. એ સમયે ટીમના સૌથી યુવા ખેલાડી પંતે તેનો હાથ પકડીને મુવ્સ કરાવ્યા હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે, પુજારા થોડું શરમાઈ રહ્યો હતો પણ પંતે તેની સારી મદદ કરી. કોહલીએ આ જીતને પોતના કેરિયરની સૌથી મોટી સિદ્ધી ગણાવી હતી. તેણે ઉમેર્યું કે, આ સીરિઝ જીતવા માટે અમે ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2RxBysF

No comments:
Post a Comment