Latest

Thursday, January 24, 2019

સની લિયોની પર કપિલે કરી એવી કૉમેન્ટ કે ભડકી ગયા ફેન્સ!

સની પર કપિલને કૉમેન્ટથી ફેન્સ નારાજ

કપિલ શર્માના કૉમેડી શોમાં ટૂંક સમયમાં સની લિયોની આવવાની છે. આવામાં સોશિયલ મીડિયા પર આ અપકમિંગ એપિસોડના પ્રોમોઝ દેખાડવામાં આવી રહ્યાં છે. પ્રોમોમાં કપિલ સની સાથે ઘણી વાતો અને મજાકિયા અંદાજમાં ફ્લર્ટ કરતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન કપિલ સનીને કંઈક એવું કહી દે છે જે કેટલાક લોકોને પસંદ ન આવ્યું. સોશિયલ મીડિયા પર યૂઝર્સ કપિલની આ કૉમેન્ટ પર ગુસ્સો ઠાલવતા દેખાઈ રહ્યાં છે.

શું બોલ્યો કપિલ?

કપિલ આ એપિસોડમાં સનીને ‘ઈટાલિયન પાસ્તા વિથ વ્હાઈટ સૉસ’ કહેતો દેખાઈ રહ્યો છે. આવામાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કપિલ માટે કહી રહ્યાં છે કે, તે પોતાના શોમાં બોલિવૂડ એક્ટર્સને બોલાવી કેવી-કેવી કૉમેન્ટ્સ કરે છે. જણાવી દઈએ કે, કપિલ લાંબા સમય પછી આ શો ફરી લઈને આવ્યો છે. જોકે, વચ્ચે કપિલ એક કૉમેડી ગેમ શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ લઈને આવ્યો હતો પણ તે દર્શકોને ખાસ પસંદ આવ્યો નહોતો. આવામાં આ શો ક્યારે આવ્યો અને ગયો તે કોઈને ખબર જ ન પડી.

સફળ રહ્યું કમબેક

કપિલનો આ શો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તાજેતરમાં જ તે TRPમાં સૌથી ઉપર રહ્યો હતો. આ શોમાં અત્યાર સુધી સલમાન, અરબાઝ, સલીમ ખાન, રણવીર સિંહ, રોહિત શેટ્ટી, સારા અલી ખાન, સાનિયા મિર્ઝા જેવા સ્ટાર્સ આવી ચૂક્યાં છે.

થઈ શકે છે વિવાદ

હવે આગામી એપિસોડમાં સની લિયોની આવી રહી છે અને તેનું પ્રમોશન ચાલી રહ્યું છે પણ લાગે છે કે, તેના પ્રોમોઝમાં કપિલની સની પર કૉમેન્ટથી વિવાદ થઈ શકે છે. જોકે, કપિલે સની પર કરેલી કૉમેન્ટ કયા સંદર્ભે છે તે તો સમગ્ર એપિસોડ જોયા પછી જ ખબર પડશે.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2FVJQnN

No comments:

Post a Comment

Pages