Latest

Monday, January 7, 2019

ગરીબ સવર્ણોને અનામત: કઈ પાર્ટીએ લીધું કયું સ્ટેન્ડ

10 ટકા અનામતનો પ્રસ્તાવ કેબિનેટમાં પાસ કરાયો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને કેબિનેટમાં પાસ કરી દીધો છે. તેના પર હવે અન્ય પક્ષોના રિએક્શન પણ આવવાના શરૂ થઈ ગયા છે. ચાલો જાણીએ આ પ્રસ્તાવ અંગે કોણે શું કહ્યું?

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

કેજરીવાલે સમર્થન તો કર્યું, પણ…

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. જોકે, કેજરીવાલે ઈશારા-ઈશારમાં તેને ભાજપનું ચૂંટણી સ્ટંટ પણ જણાવી રહ્યા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ‘ચૂંટણી પહેલા ભાજપ સરકાર સંસદમાં બંધારણમાં સંશોધન કરે. અમે સરકારનો સાથ આપીશું. નહીં તો સ્પષ્ટ થઈ જશે કે આ ભાજપનો ચૂંટણી પહેલાનો સ્ટંટ માત્ર છે.’

આ પણ વાંચોઃ મોદી સરકારનો મોટો દાવ, ગરીબ સવર્ણોને 10% અનામત

‘આપ’ના સાંસદે નિર્ણયને જણાવ્યો જૂમલો

બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ સંજય સિંહએ પણ મોદી સરકારના આ નિર્ણય પર કટાક્ષ કર્યો. તેમણે ટ્વિટ કર્યું, ‘આર્થિક રીતે પછાત સવર્ણ જાતિઓ માટે મોદી સરકારે 10 ટકા અનામતનો યોગ્ય ચૂંટણી જૂમલો છોડી દીધો છે, આવા ઘણા નિર્ણયો રાજ્યોએ સમય-સમય પર લીધા, પરંતુ 50 ટકાથી વધારે અનામત પર કોર્ટે રોક લગાવી દીધી, શું આ નિર્ણય પણ કોર્ટ દ્વારા રોક લગાવવા માટે એક નાટક છે?’ તેમણે આગળ લખ્યું કે, ’10 ટકા અનામત માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. સરકાર વિશેષ સત્ર બોલાવે અમે સરકારનો સાથ આપીશું, નહીં તો આ નિર્ણય માત્ર ચૂંટણી જૂમલો સાબિત થશે.’

એનસપીએ કર્યું સમર્થન

બીજી તરફ અહેવાલો આવી રહ્યા છે કે શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ પણ કેન્દ્રિય કેબિનેટના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કંઈક આવું

તો, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ તેને ચૂંટણી જૂમલો જણાવતા કહ્યું કે, તેનાથી મોદી સરકાર બચી નહીં શકે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, ‘ઘણી વાર કરી દીધી મહેમાન આવતા-આવતા. આ જાહેરાત ત્યારે થઈ છે, જ્યારે ચૂંટણી નજીક છે. તે કંઈપણ કરી લે, તેમનું કંઈ નથી થવાનું. કોઈપણ જૂમલા વહેતા કરે, તેમની સરકાર નહીં બચે.’

હાર્દિકે પટેલે આપ્યું આવું રિએક્શન

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિકે પટેલે કેન્દ્ર સરકારના ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને લોલીપોપ સમાન જણાવ્યો છે. તેણે કહ્યું કે, જે રીતે આનંદીબેનની સરકારે લોલીપોપ આપી હતી, તે જ રીતે હવે મોદી સરકાર સમગ્ર દેશને લોલીપોપ આપે છે અને હવે આખો દેશ લોલીપોપ ચૂસશે. હાર્દિકે એમ પણ કહ્યું કે, જો પાંચેક દિવસમાં આ નિર્ણય પર અમલ ન થયો તો બધું બુમરેંગ થઈને પાછું મોદી પર જ આવશે. ‘પાસ’ના નેતાએ કહ્યું કે, આ નિર્ણયથી પાટીદાર આંદોલનને કંઈ ફરક નહીં પડે, તે ચાલુ જ રહેશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2sgp3mQ

No comments:

Post a Comment

Pages