કોંગ્રેસ અધ્યક્ષ-રક્ષા મંત્રી આમને-સામને

નવી દિલ્હી: રાફેલ ડીલ પર શુક્રવારે લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી નિર્મલા સિતારમણે દાવો કર્યો હતો કે, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)ને સરકારની તરફથી 1 લાખ કરોડ રૂપિયાના પ્રોક્યૂરમેન્ટ ઑર્ડર પાઈપલાઈનમાં છે. હવે બે દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષા મંત્રીને પડકાર આપ્યો છે કે, તે આ દાવાને સાબિત કરવા માટે સોમવારે સંસદમાં દસ્તાવેજ રજૂ કરે અથવા રાજીનામું આપે. જવાબમાં રક્ષા મંત્રી સિતારમણે મોદી સરકાર દરમિયાન HALને પહેલેથી જ અપાઈ ચૂકેલા ઓર્ડર અને અત્યાર જેના પર કામ ચાલી રહ્યું છે, તે ઑર્ડર્સ વિશે ટ્વીટ કરતા રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી છે. તેમણે કહ્યું કે, આ શરમજનક છે કે, કોંગ્રેસ અધ્યક્ષ દેશને ગુમરાહ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીનો હુમલો
When you tell one lie, you need to keep spinning out more lies, to cover up the first one.
In her eagerness to defend the PM's Rafale lie, the RM lied to Parliament.
Tomorrow, RM must place before Parliament documents showing 1 Lakh crore of Govt orders to HAL.
Or resign. pic.twitter.com/dYafyklH9o
— Rahul Gandhi (@RahulGandhi) January 6, 2019
અસલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે અમારા સહયોગી અખબાર ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના રિપોર્ટને ટ્વીટ કરતા રક્ષા મંત્રી નિર્મલા સિતારમણ પર સંસદમાં જૂઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે રક્ષા મંત્રીને ચેલેન્જ આપી કે, તે પોતાના દાવાના સમર્થનમાં દસ્તાવેજો રજૂ કરે અથવા તો રાજીનામું આપે. રાહુલ ગાંધી ટ્વીટ કર્યું કે, ‘જ્યારે તમે એક જૂઠ્ઠાણું બોલો ત્યારે તેને છૂપાવવા માટે તમારે ઘણા જૂઠ્ઠાણા બોલવા પડે છે. રફાલ પર વડાપ્રધાનના જૂઠ્ઠાણાંનો બચાવ કરવાની ઉત્સુકતામાં રક્ષા મંત્રી સંસદમાં જૂઠ્ઠુ બોલ્યાં. રક્ષા મંત્રીને કાલે (સોમવારે) સંસદમાં તે દસ્તાવેજો રજૂ કરવા જોઈએ, જેનાથી સાબિત થાય કે, સરકારે HALને 1 લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સ આપ્યા છે અથવા તે રાજીનામું આપે.’
રક્ષા મંત્રી સીતારમણનો પલટવાર
Please read the complete report in @timesofindia to which you ( @RahulGandhi )are referring: “However, as the LS record shows, Sitharaman did not claim the orders were signed, saying they were in the works.” | India News – Times of India https://t.co/2v6MAZ2t3o
— Nirmala Sitharaman (@nsitharaman) January 6, 2019
ટ્વીટર પર રાહુલ ગાંધીના પડકાર બાદ નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના તે રિપોર્ટને પૂરો વાંચવો જોઈએ, જેનો તે ઉલ્લેખ કરી રહ્યાં છે. તેમણે ટ્વીટમાં TOIના રિપોર્ટના એક ભાગનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘જોકે, લોકસભા રેકોર્ડ જણાવે છે કે, સીતારમણે એવો દાવો નથી કર્યો કે, ઑર્ડર્સ પર સહીઓ થઈ ચૂકી છે. તેમણે લખ્યું કે, તેના પર કામ ચાલી રહ્યું છે.’
દેશને ગુમરાહ કરી રહ્યાં છે રાહુલ : સીતારમણ
It's a shame that the president of @INCIndia is misleading the nation.
HAL has signed contracts worth Rs 26570.8 Cr (Between 2014 and 2018) and contracts worth Rs 73000 Cr are in the pipeline.
Will @RahulGandhi apologise to the country from the floor of the house? pic.twitter.com/KIQsWikByG
— Raksha Mantri (@DefenceMinIndia) January 6, 2019
આ ટ્વીટ બાદ રક્ષા મંત્રીએ વધુ એક રિપોર્ટ ટ્વીટ કરી કોંગ્રેસ અધ્યક્ષ પર દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે આનું પણ વિવરણ આપ્યું કે, મોદી સરકાર દરમિયાન HALને કેટલા ઑર્ડર્સ આપવામાં આવ્યા અને કેટલા ઑર્ડર્સ પાઈપલાઈનમાં છે. સીતારમણે ટ્વીટ કર્યું કે, ‘આ શરમની વાત છે કે, કોંગ્રેસના અધ્યક્ષ દેશને ગુમરાહ કરી રહ્યાં છે. HALએ 2014થી 2018 વચ્ચે 26,570 કરોડ રૂપિયા ડીલ પર હસ્તાક્ષર કર્યા અને 73 હજાર કરોડ રૂપિયાના કૉન્ટ્રાક્ટ પાઈપલાઈનમાં છે. શું રાહુલ ગાંધી સંસદમાં દેશની માફી માગશે?’
શું છે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રવિવારે પ્રકાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, HALને 1 લાખ કરોડ રૂપિયાના ઑર્ડરની રાહ છે, જેનો નિર્મલા સીતારમણે ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં HAL અધિકારીઓના હવાલેથી જણાવવામાં આવ્યું કે, અસલમાં આ ઑર્ડર્સ હજુ થયા નથી. TOIના રિપોર્ટ અનુસાર સીતારમણના તે નિવેદનનો પણ ઉલ્લેખ છે જે તેમણે HALના સંદર્ભમાં લોકસભામાં આપ્યું હતું. સીતારમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે HAL માટે આ ઑર્ડર પાઈપલાઈનમાં છે. 5,000 રૂપિયાના 83 LCA તેજસ ફાઈટર પ્લેનનો ઑર્ડર, 3000 કરોડ રૂપિયાના કૉમ્બેટ હેલિકૉપ્ટર્સનો ઑર્ડર, 20 હજાર કરોડ રૂપિયાના 200 હેલિકૉપ્ટર્સનો ઑર્ડર, 3400 કરોડ રૂપિયાના 19 ડોર્નિયર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 15,000 કરોડની કિંમતના હેલિકૉપ્ટર અને 8400 કરોડ રૂપિયાના એરો એન્જિન. આ બધાનો હિસાબ કરીએ તો 1 લાખ કરોડ રૂપિયા થાય છે.’
from Page Array – I Am Gujarat http://bit.ly/2GVyGl6
No comments:
Post a Comment