Latest

Sunday, January 6, 2019

07 જાન્યુઆરી 2019નું રાશિફળ : જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે પરિવારની સાથે મળીને ઘરના મુદ્દે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે છે, ઘરમાં નવા બદલાવ લાવવા અંગે આજે ચર્ચાઓ થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓની સાથે આજે મહત્ત્વના મુદ્દે ચર્ચા થશે. આજે ઓફિસના કામેથી યાત્રા પર જવાનો યોગ છે. માતા અને સ્ત્રી વર્ગથી લાભ થશે. કોઈ કાર્ય અથવા પ્રોજેક્ટમાં સરકાર તરફથી મદદ મળશે.

વૃષભ(Taurus):

આજે વિદેશમાં રહેતા મિત્રો અને સ્વજનો તરફથી સમાચાર મળશે તેના કારણે મન પ્રસન્ન જોવા મળશે, જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે આજનો દિવસ સારો છે. આજે લાંબી દૂરની યાત્રાની તક છે. ઓફિસ અને વ્યાવસાયિક સ્થાને કાર્યભાર વધશે. વેપાર-ધંધામાં લાભ થવાની સંભાવના છે, તબિયત સારી રહેશે.

મિથુન(Gemini):

આજે ક્રોધ પર નિયંત્રણ રાખજો, ઓપરેશન કરાવવા માટે આજનો દિવસ યોગ્ય નથી. ખર્ચો વધવાના કારણે આર્થિક તંગીનો અનુભવ થશે. કુટુંબીજનો અને સહકર્મચારીઓની સાથે મતભેદ થશે. આજે માનસિક ચિંતાનો અનુભવ થશે. ઈશ્વરની પ્રાર્થના કરવાથી રાહત થશે.

કર્ક(Cancer):

આજનો દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પસાર થશે, આજે મિત્રો અને પરિવારના લોકોની સાથે પ્રવાસ પર જવાની તક મળશે. આજે સ્વાદિષ્ટ જમવાનું મળશે અને વાહન સુખ પ્રાપ્ત થશે. સાર્વજનિક ક્ષેત્રમાં માન મળશે અને વેપારીઓને આજે લાભ થશે. પ્રેમીઓને આજે સફળતા મળશે.

સિંહ(Lio):

આજે પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળશે, આજે પરિવારજનોની સાથે આનંદદાયક સમય પસાર થશે. તબિયત સારી રહેશે અને યશ મળશે. નોકરીઓમાં સહકર્મીઓ તરફથી લાભ મળશે. બીમાર વ્યક્તિઓને રોગમાંથી મળશે મુક્તિ. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળશે. પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે.

કન્યા (Virgo):

આજે તમને સંતાનની સમસ્યાઓ સતાવશે. આજે પેટની બીમારીઓ જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સમસ્યાઓ જોવા મળશે. બૌધ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવો નહીં. પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત થશે. વધારે કામુકતા જોવા મળશે. શેર બજારમાં સાવધાની રાખવી.

 તુલા(Libra):

આજે તમે વધારે સંવેદનશીલ જોવા મળશો અને વિચારોના વમળમાં ખોવાયેલા રહેવાના કારણે માનસિક ચિંતા જોવા મળશે. માતા અને સ્ત્રીઓના મુદ્દે ચિંતા જોવા મળશે. આજે યાત્રા ટાળવી. છાતીની તકલીફ જોવા મળી શકે છે. આજે વિદ્યાર્થીઓનો ભણવામાં રસ જોવા નહીં મળે. આજે જમીનના મુદ્દે સંભાળવું.

વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ ખુશીથી પસાર થશે, આજે તમે નવા કાર્યની શરૂઆત કરી શકશો, ઘરમાં ભાઈ-બહેનોની સાથે સારો મેળ જોવા મળશે. સ્વજનો અને મિત્રોની સાથે મુલાકાત થશે. નાના પ્રવાસનો યોગ છે. આજે તમે સફળ થશો. આજે ભાગ્યમાં લાભદાયક પરિવર્તન આવશે. આજે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. દુશ્મનો આજે તમારી સામે ટકી શકશે નહીં.

ધન(Sagittarius):

આજે પરિવારના સભ્યોની સાથે અસમંજસ સર્જાવાના કારણે મતભેદ થઈ શકે છે, આજે તમે કોઈપણ નિર્ણય ઝડપથી લઈ શકશો નહીં. આજે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા નહીં, વ્યર્થ ધન ખર્ચથી આજે બચવું અને મનને વ્યવસ્થિત રાખવું.

મકર(Capricorn):

આજે તમારો સમય ઈશ્વરની ભક્તિમાં પસાર થશે, આજે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજે તમારા તમામ કાર્યો સરળતાથી પૂરા થશે. માન-સન્માન મળશે. નોકરીમાં પ્રમોશન મળશે. મિત્રો તરફથી ભેટ મળશે. ગૃહસ્થજીવનમાં આનંદ જોવા મળશે. આજે ઈજા થાય નહીં તેનું ધ્યાન રાખવું. તબિયત સારી રહેશે.

કુંભ(Aquarius):

આજે આર્થિક વ્યવહાર શક્ય હોય તો કરવા નહીં, આજે ખર્ચો વધારે જોવા મળશે. આજે શારીરિક અને માનસિકરૂપે અસ્વસ્થ રહેશો. સ્વજનોની સાથે મતભેદ થશે. કોઈનું સારું કરવા જાઓ ત્યારે પરેશાની સર્જાઈ શકે તેમ છે. આજે ક્રોધ પર નિયંત્રણ રાખજો. માનહાનિની સંભાવના છે.

મીન(Pisces):

આજે સામાજિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર છે. મિત્રો અને સ્નેહીજનોની સાથે મુલાકાતના કારણે મન ખુશ રહેશે. સુંદર પર્યટન સ્થળ પર જવાનું આયોજન થશે. શુભ સમાચાર મળશે. પત્ની અને સંતાન તરફથી લાભ મળશે. આકસ્મિક ધન પ્રાપ્તિની સંભાવના છે. આજે વસ્તુઓ ખરીદવા માટે સારો દિવસ છે.

-બેજાન દારુવાલા



from Page Array – I Am Gujarat http://bit.ly/2RFXfad

No comments:

Post a Comment

Pages