મેદાન પર હાર્દિક પંડ્યાના ડાંસ મૂવ્સ

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના મસ્તી ભર્યા અંદાજ માટે જાણીતો છે. હાલમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે તે મેદાન પર ડાંસ મૂવ્સ કરતો જોવા મળ્યો. મેદાનમાં ભારે વરસાદના કારણે મેચ નિર્ધારિત સમયથી સાડા ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. ત્યારે મેચ પહેલા પંડ્યા મેદાન પર સ્ટ્રેચિંગ કરવા માટે ઉતર્યો હતો, આ સમયે ભારતીય ફેન્સ તેની પાછળથી ગીત ગાઈ રહ્યા હતા.
હાલમાં જ ઈજામાંથી બહાર આવ્યો

પંડ્યા મેચમાં સબસ્ટીટ્યુટ ફીલ્ડરની જરૂર પડે તે માટે તૈયાર થઈ રહ્યો હતો. ઈન્જરીમાંથી બહાર આવ્યા બાદ ઓલ-રાઉન્ડર ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. તે એશિયા કપ 2018 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, બાદમાં તેણે સમગ્ર વેસ્ટ ઈન્ડીઝ સીરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝ ગુમાવી હતી.
ભારતીય ફેન્સે ઉતાર્યો વીડિયો
#AUSvIND We love this guy! @hardikpandya7 doing a little dance to our Bharat Army chant for him.
.
.#BharatArmySongBook #BharatArmy #TeamIndia #12thMan #WinLoseOrDraw #COTIpic.twitter.com/XvS47RKv8J
— The Bharat Army (@thebharatarmy) January 5, 2019
ઈજામાંથી રિકવરી કર્યા બાદ બરોડા માટે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને તે ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં પાછો આવ્યો હતો. ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ સારી સ્થિતિમાં આવી ગઈ છે આ સમયે તે મેદાન પર મસ્તી કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તેની પાછળથી ભારતીય ફેન્સ ગીત ગાઈ રહ્યા છે અને પંડ્યા તેમને ડાંસ મૂવ્સ કરીને બતાવી છે.
ચોથી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં

ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે અને ચોથી ટેસ્ટમાં પણ પહેલા બેટિંગ કરતા ભારતે 622/7 ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. ચોથા દિવસે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને 300 રનમાં ઓલઆઉટ કરીને ફોલોઓન કરતા મેજબાન ફરીથી બેટિંગ માટે નિમંત્રણ આપ્યું હતું.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2C0YkiQ
No comments:
Post a Comment