Latest

Saturday, January 26, 2019

INDvsNZ: આ મામલે સચિન-સેહવાગથી આગળ નીકળી રોહિત-ધવનની જોડી

બીજી ODIમાં રોહિત-ધવનનું શાનદાર પ્રદર્શન

માઉન્ટ માઉનગેઈ: ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ માઉનગેઈમાં રમાઈ રહેલી બીજી વન ડેમાં રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર શરૂઆત કરી. રોહિત-ધવનની જોડીએ પહેલી વિકેટ સુધીમાં 154 રન આપ્યા. આ જોડીએ સેન્ચુરીની પાર્ટનરશીપમાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની જોડીને પાછળ છોડી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

સચિન-સેહવાગને છોડ્યા પાછળ

આ પાર્ટનરશીપ બાદ રોહિત અને ધવન ભારત તરફથી વન ડેમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ સદીની પાર્ટનરશીપ મામલે ત્રીજા નંબરે પહોંચ્યા છે. આ પહેલા ત્રીજા સ્થાને તેંડુલકર-સેહવાગ (13 સેન્ચુરીની પાર્ટનરશીપ)ની જોડી હતી. હવે રોહિત-ધવને કુલ સદીની ભાગદારીની સંખ્યા 14 થઈ છે. રોહિતે આ મેચમાં 87 અને ધવને 66 રન બનાવ્યા.

સચિન-ગાંગુલી લિસ્ટમાં ટોચ પર

ભારત તરફથી આ લિસ્ટમાં સૌથી વધુ 26 શતકીય ભાગીદારી સાથે સચિન અને સૌરવ ગાંગુલીની જોડી ટોચ પર છે. બીજા નંબરે 15 સદીની ભાગીદારી સાથે કોહલી અને રોહિતની જોડી છે. જણાવી દઈએ કે, કોઈપણ ટીમ તરફથી કોઈપણ વિકેટ માટે સૌથી વધુ 100 રનની ભાગીદારીનો રેકોર્ડ પણ 26 પાર્ટનરશીપ સાથે સચિન-ગાંગુલીના નામે જ છે.

ભારત તરફથી સૌથી વધુ સદીની પાર્ટનરશીપ

26 વખત- સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી
15 વખત- રોહિત શર્મા અને વિરાટ કોહલી
14 વખત- રોહિત શર્મા અને શિખર ધવન
13 વખત- સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ



from Page Array – I Am Gujarat http://bit.ly/2Sf7OkR

No comments:

Post a Comment

Pages