કર્ણાટકમા બનેલી એક બેહદ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો હાલ વાયરલ થયો છે, જેમાં એક કિંગ કોબ્રા પ્રજાતિના માદા સાપે રસ્તા પર જ 14 ઈંડા મૂક્યાં હતાં.
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
આ સાપ કર્ણાટકના મદુર નામના એક ગામમાં રહેતા શિક્ષકના ઘરમાં ઘૂસી ગયો હો. આ શિક્ષકે સાપ પકડનારાને બોલાવ્યો હતો. જોકે, સાપ પકડનારો આવ્યો તે પહેલા તો સાપ ઘરમાંથી નીકળીને રસ્તા પર આવી ગયો હતો.
સાપને જોવા લોકોની ભીડ પણ ભેગી થવા લાગી હતી. જોકે, કોઈ કશુંય કરે તે પહેલા તો આ કિંગ કોબ્રાએ રસ્તા પર ઈંડા મૂકવાનું શરુ કરી દીધું હતું. એક પછી એક એમ આ સાપે એક કલાકમાં રસ્તા પર જ કુલ 14 ઈંડા મૂક્યા હતા.
સાપે ઈંડા મૂકવાનું બંધ કર્યું ત્યાર પછી તેને પકડી લેવામાં આવ્યો હતો, અને ત્યારપછી નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો. તેના ઈંડા પણ સાપ પકડાનારી ટીમ લઈ ગઈ હતી, અને ઈંડામાંથી બચ્ચા બહાર આવશે ત્યારે તેમને પણ જંગલમાં છોડી મૂકવામાં આવશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2U05Y99
No comments:
Post a Comment