એન્ટી-સેટેલાઈટ મિસાઈલનું સફળ પરિક્ષણ

TNN, ચેતન કુમાર, બેંગ્લુરુઃ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા એન્ટી-સેટેલાઈટ મિસાઈલનું લોન્ચિંગ કર્યાની માહિતી બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને આપી હતી. માત્ર 3 મિનિટમાં સેટેલાઈટને તોડી પાડવાનું મિશન સંપૂર્ણ રીતે સિક્રેટ હતું, અને આ મિશન વિશે માત્ર5-6 લોકોના ગ્રુપને જ આ સંબંધમાં માહિતી હતી. ટેક્નિકલ રૂપે ઘણાં જટિલ આ મિશનને લઈને સરકારે સંપૂર્ણ ગુપ્તતા રાખી હતી. વૈજ્ઞાનિકોએ અપાવેલી સિદ્ધિથી ભારતને એક નવી ઊંચાઈ મળી છે, અમેરિકા અને ચીન જેવા દેશોની સમકક્ષ પહોંચ્યું છે ભારત.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પોખરમણાં રખાઈ હતી આવી ગુપ્તતા

DRDOના વૈજ્ઞાનિક સતીશ રેડ્ડીએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર પાછલા લગભગ 6 મહિનાથી 300 વૈજ્ઞાનિકો અને સ્ટાફ દિવસ રાત કામ કરી રહ્યા હતી. ત્યાં સુધી કે મંગળવારની સાંજ સુધી 5-6 લોકો સિવાય આ મિસાઈલ લોન્ચિંગના ટાઈમિંગને લઈને કોઈ જાણકારી નહોતી. આ પહેલા 1998માં અટલ બિહારી વાજપેઈ સરકારમાં આ રીતે ગુપ્તતા રાખીને પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અઘરા કામને સફળ બનાવ્યું
#WATCH Visuals from the launch of the anti satellite missile used in #MissionShakti #ASAT pic.twitter.com/IEIhtHpPgs
— ANI (@ANI) March 27, 2019
રેડ્ડી અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “સામાન્ય રીતે અમને સેટેલાઈટની ગતિ જોઈને તેને ઈન્ટરસેપ્ટ કરવામાં એક સેકન્ડ કરતા પણ ઓછો સમય લાગે છે. આ પડકાર સામે લડવા માટે અમે ગાઈડન્સ કંટ્રોલ, મિશન કમ્પ્યુટર અને સિસ્ટમની જરુર પડે છે, જેના કારણે એક્યુરસી અને રિલેટિવ ટાઈમિંગમાં મદદ મળે છે.”
ભારતની પ્રગતિમાં વધારો

આ મિશનની પ્રશંસા કરીને DRDOના પૂર્વ ચીફ અવિનાશ ચંદરે કહ્યું કે આનાથી DRDOના લાંબી રેન્જની એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને વિસ્તાર મળ્યો છે. જોકે, તેમણે કહ્યું કે સેટેલાઈટ કિલર પ્રોજેક્ટને ઘણો પહેલા શરુ કરવામાં આવ્યો હતો અને આ એકદમ અલગ છે.
DRDO એ શું કહ્યું?

ચંદરે કહ્યું, “સેટેલાઈટ ઘણી અલગ વસ્તુ છે. તેની વેલોસિટી ઘણી વધારે હોય છે. સાઈઝ નાની હોય છે અને તમારી પાસે તેના ડેટા એકઠા કરવા માટે ઘણો ઓછો સમય હોય છે. એવામાં તમને સારા બુસ્ટર વીકલ્સની જરુર હોય છે, જે એ દર્શાવી શકે કે તમે ટાર્ગેટ સુધી કેટલા સમયમાં પહોંચી શકો છો. આ સિવાય એન્ટી-સેટેલાઈટ વીકલ પણ હોવું જોઈએ, જેનાથી સેટેલાઈટને ટ્રેક કરી શકાય અને અંતર નક્કી કરી શકાય. આ સંપૂર્ણ કામ માટે તમારી પાસે માત્ર 10થી 15 સેકન્ડ જ હોય છે.”
મિસાઈલથી સેટેલાઈટ તોડી પડાયું
આ પરીક્ષણમાં ભારતે અંતરિક્ષમાં પોતાના એસેટ્સ સુરક્ષિત રાખવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે. કોઈ પણ પ્રકારની વિવાદની સ્થિતિમાં એન્ટી-સેટેલાઈટ મિસાઈલ ભારતને એક અલગ ઊંચાઈએ પહોંચાડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે જ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ હેઠળ પહેલાથી ઘણી મિસાઈલ્સ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2uvQIBx
No comments:
Post a Comment