પ્રસૂતિ બાદ આ ખોરક ડાયટમાં સામેલ કરો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પૌષ્ટિક આહાર લેવાનું કહેવામાં આવે છે. જેથી બાળકને પૂરતું પોષણ મળી રહે. ડિલિવરી થયા બાદ માતાનું શરીર નબળું પડી જાય છે. એવામાં માતાનું પૂરતું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન નવી માતા બનનારી મહિલાનું ધ્યાન રાખવામાં ન આવે તો આખી જિંદગી ભોગવવું પડી શકે છે. એટલે જ ડિલિવરી થયા બાદ માતાના ડાયટમાં આ વસ્તુઓ ખાસ સામેલ કરવી જોઈએ જેથી તેનું શરીર મજબૂત થાય.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પંજરી

પંજરી એક હેલ્ધી વસ્તુ છે, જે નવી માતા બનેલી મહિલાના મેટાબોલિઝમને સુધારે છે સાથે જ વજન નિયંત્રણમાં રાખે છે. તમે પંજરીના લાડું બનાવીને પણ ખાઈ શકો છો.
ગુંદરના લાડુ

ગુંદરના લાડુમાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો રહેલા છે જે શરીરમાંથી અશક્તિ દૂર કરે છે. ગુંદરના લાડવામાં મગની દાળ, લોટ અને સૂકો મેવો પણ ભેળવવો.
ફણગાવેલું અનાજ

આખા ફણગાવેલા અનાજમાં અઢળક પોષકતત્વો રહેલા હોય છે. સૂકા અનાજની સાથે મિક્સ કરીને લોટ બનાવી ઉપયોગ કરવામાં આવે તો લાભકારી સાબિત થાય છે.
ખસખસના લાડુ

પ્રસૂતિ બાદ શરીરમાં દુખાવો થાય છે અને સોજા આવે છે. માંસપેશીઓ નબળી પડી હોવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે ખસખસનો લાડુ, સૂપ, હલવો કે અન્ય વસ્તુઓ આપી શકાય છે.
વરિયાળીનું પાણી

પ્રસૂતિ બાદ પાચનક્રિયા પર પણ અસર પડે છે. પાચનશક્તિ ફરીથી મજબૂત બનાવવા વરિયાળીનું પાણી આપવું જોઈએ.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2JOuLbk
No comments:
Post a Comment