મુંબઈનો છેલ્લા બોલે રોમાંચક વિજય

બેંગલુરુ ખાતે રમાયેલી IPL 2019ની 7મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રૉયલ ચેલેન્જર્સને 6 રનથી રોમાંચક હાર આપી લીગમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો. જ્યારે RCBને સતત બીજો પરાજય સહન કરવો પડ્યો હતો. મુંબઈએ આપેલા 188 રનના ટાર્ગેટની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવી શકી હતી. ડિ વિલિયર્સે અણનમ 70 રન બનાવ્યા હતા છતા તે ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. મુંબઈ તરફથી બુમરાહે અસરદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
કોહલીની વિકેટ બની ટર્નિંગ પોઈન્ટ

બેંગ્લોરે મુંબઈના 188 રનનો પીછો કરતા સારી શરૂઆત કરી હતી. મોઈન અલી (13) અને પાર્થિવ પટેલે(31) ઝડપી 27 જોડ્યા બાદ વિરાટ કોહલી(46)એ પણ સારી ઈનિંગ રમી હતી. કોહલી અને પાર્થિવ વચ્ચે બીજી વિકેટ માટે 40 રનની ભાગીદારી નોંધાઈ હતી. બાદમાં કોહલી અને ડિ વિલિયર્સ પણ શાનદાર બેટિંગ કરી રહ્યાં અને બેંગ્લોર આસાનીથી મેચ જીતી જશે તેમ લાગતું હતું. જોકે, મહત્વના સમયે કોહલીની વિકેટ પડતા ટીમ સામે રનરેટ અને દબાણ વધવા લાગ્યા હતા. ડિ વિલિયર્સે 41 બોલમાં 70 રન બનાવી પ્રતિકાર કર્યો હતો પણ ટીમને જીત અપાવી શક્યો નહોતો.
બુમરાહ બન્યો ગેમ ચેન્જર
આખી મેચની સ્થિતિ પલટવામાં જસપ્રિત બુમરાહે સૌથી મોટો ભાગ ભજવ્યો હતો. તેણે 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આમાં કોહલીની વિકેટ પણ શામેલ હતી. તેણે દબાણના સમયે શાનદાર બોલિંગ કરી બેંગ્લોરને દબાણમાં લાવી દીધી હતી.
હાર્દિકની ઝંઝાવાતી બેટિંગ, મુંબઈએ બનાવ્યા 187 રન
અગાઉ મુંબઈએ હાર્દિક પંડ્યાના 14 બોલમાં અણનમ 32, રોહિત શર્માના 48 જ્યારે સૂર્યકુમાર યાદવના 38 રનની મદદથી 20 ઓવરમાં 187 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડિ કૉક અને યુવરાજ સિંહે પણ 23-23 રન બનાવ્યા હતા.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2UoYR9H

No comments:
Post a Comment