રણવીરની ફેશન સેન્સ વિશે બોલી કરીના

કરીના કપૂર બોલિવુડમાં ફેશનિસ્ટા તરીકે ઓળખાય છે. બેબોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં નવા ટ્રેન્ડ સેટ કર્યા છે. કરીનાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને તેના ફેન્સ ફોલો કરે છે! તો બીજી તરફ દમદાર એક્ટર રણવીર સિંહ ફેશન સેન્સને લઈને ટ્રોલ થતો રહે છે. રણવીર સિંહની ડ્રેસિંગ સેન્સ પર અનેક બોલિવુડ સેલેબ્સ કમેન્ટ કરી ચૂક્યા છે. ત્યારે હવે કરીનાએ રણવીરની ફેશન પર કમેન્ટ કરી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘તૈમૂર વધારે સ્ટાઈલિશ’

એક ઈવેન્ટમાં કરીના કપૂરે પોતાના દીકરા તૈમૂર અને તેના કપડાં અંગે વાત કરી. કરીનાએ કહ્યું કે, તૈમૂર રણવીર સિંહ કરતાં વધારે સ્ટાઈલિશ છે. ખાસ વાત એ છે કે આ ઈવેન્ટમાં રણવીર પણ હાજર હતો.
સૌથી પોપ્યુલર સ્ટારકિડ છે તૈમૂર

બે વર્ષના તૈમૂરની પોપ્યુલારિટી મોટા-મોટા સ્ટાર્સ કરતાં પણ વધારે છે અને સ્ટાઈલના મામલે પણ તે કોઈનાથી ઉતરતો નથી. પાપારાઝી પણ તૈમૂરની તસવીર ક્લિક કરવા પડાપડી કરે છે કારણકે સૌથી વધુ રૂપિયા તેની તસવીરોના મળે છે. આ વાતનો ખુલાસો ‘કોફી વિથ કરણ’માં થયો હતો.
તૈમૂર કૂકીઝ વેચાય છે

હાલમાં જ તૈમૂરના નામના બિસ્કિટ માર્કેટમાં આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, કસ્ટમાઈઝ કૂકીઝ બનાવતી એક બેકરીમાં તૈમૂર કુકીઝ વેચાય છે. હાલમાં જ આ બેકરીએ એક અવોર્ડ ફંક્શનમાં આવનારા મહેમાનોને આ કૂકીઝ ગિફ્ટ આપી હતી. ગયા વર્ષે તૈમૂર ડોલની તસવીરો પણ વાયરલ થઈ હતી. જે અંગે કરીનાએ કહ્યું હતું કે, લોકો તૈમૂરને ખૂબ પ્રેમ કરે છે એટલે જ તેની ડોલ બનાવવાથી રોકી ન શકાય. પણ લોકોએ સમજવું જોઈએ કે, તૈમૂર બે વર્ષનું બાળક છે અને તેને પણ નોર્મલ જિંદગી જીવવાનો હક છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2FFe6Se
No comments:
Post a Comment