Latest

Thursday, March 28, 2019

ચોકીદારની નોકરી કરવા મજબૂર એક્ટરની મદદે આવ્યો બોલિવૂડ સિંગર, ફિલ્મમાં અપાવ્યું કામ

એક્ટરની મદદે આવ્યો બોલિવૂડ સિંગર

બોલિવૂડની લોકપ્રિય ફિલ્મો ‘ગુલાલ, બ્લેક ફ્રાઈડે અને પટિયાલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આર્થિક તંગીના કારણે એક્ટર ચોકીદારની નોકરી કરવી પડી રહી છે. જોકે હવે ચોકીદારના ડ્રેસમાં તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ, તો બોલિવૂડ સહિતના લોકો પણ હેરાન રહી ગયા. હવે સાવીની મદદ માટે સિંગર મીકા સિંહ આગળ આવ્યો છે, તેણે સાવીને કામ આપ્યું છે. આ બાદ એક્ટરે વીડિયો જાહેર કરીને મીકાનો આભાર માન્યો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મીકા સિંહે વીડિયો શેર કરી જાણ કરી

આ વીડિયોને મીકા સિંહે ખુદ પોતાના ટ્વીટર હેન્ડલથી શેર કર્યો. તેના કેપ્શનમાં મીકાએ લખ્યું કે, મિત્રો… ફાઈનલી અમે શ્રેષ્ઠ એક્ટર સાવી સિદ્ધુને શોધી લીધા છે. વાયદા મુજબ, હું તેમને સપોર્ટ કરીશ. એમએસમ્યુઝિક એન્ડ સાઉન્ડની ટીમનો આભાર, જેમણે આ શ્રેષ્ઠ એક્ટરને શોધ્યા. આ વીડિયોમાં સાવી કહી રહ્યા છે કે મીકા પાજીએ તેમની મદદ કરી અને હવે તેઓ જિંદગીભર તેમની સાથે રહેશે.

આ ફિલ્મમાં જોવા મળશે સાવી

રિપોર્ટ મુજબ સાવી જલ્દી જ ફિલ્મ ‘આદત’માં જોવા મળશે. આ ફિલ્મમાં મીકાના લીધે તેમને રોલ મળ્યો છે. જણાવી દઈએ કે ભૂષણ પટેલના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં લીડ રોલમાં બિપાશા બસુ જોવા મળશે.

કેવી રીતે થઈ મીકા સાથે મુલાકાત

તેના પર સાવી કહે છે કે કેટલાક દિવસો પહેલા તેમની પાસે એક ફોન આપ્યો. તેમને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. પરંતુ સામેથી મીકા જ વાત કરી રહ્યા હતા. મીકાએ તેમને કહ્યું, તમે હવેથી આ કામ (ચોકીદારનું) નહીં કરો, તમે મારા ગ્રુપમાં શામેલ થઈ રહ્યા છો. બીજા દિવસે તેમણે કાર મોકલી અને મને તેમના ઘરે બોલાવ્યો. જ્યાં મારી તેમની સાથે મુલાકાત થઈ.

મીકાએ શા માટે કરી મદદ?

તો સાવી માટે મીકા કહે છે કે, મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કે એક સારા કલાકાર, જેણે મોટી ફિલ્મ અને મોટા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે. તે માત્ર 9 હજાર રૂપિયા માટે ચોકીદારનું કામ કરે છે. પંજાબી અને એક જ લાઈનમાં હોવાના કારણે હું તેમની મદદ કરવા ઈચ્છતો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2FG7JPG

No comments:

Post a Comment

Pages