Latest

Thursday, March 28, 2019

આ રીતે પાંચ જ મિનિટમાં બનાવો બૂંદીનું રાઈતુ, બધા આંગળા ચાટતા રહી જશે 😋👌

બૂંદીનું રાઈતુઃ

ગુજરાતમાં બૂંદીનું રાઈતુ એક પોપ્યુલર સાઈડ ડિશ છે. ખાસ કરીને આલુ પરોઠા કે ફક્ત પરોઠા શાક બનાવ્યા હોય ત્યારે બૂંદીનું રાઈતુ હોય તો ખાવાની મજા ડબલ થઈ જાય છે. પુલાવ અને બિરિયાની તો બૂંદીના રાયતા વિના અધૂરા છે. વળી, આ એટલી સરળ રેસિપી છે કે તે બનાવવામાં પાંચ મિનિટથી વધારે સમય નથી લાગતો. તો શીખી લો ઝટપટ બની જતી બૂંદીના રાઈતાની રેસિપી.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

સામગ્રીઃ

બે કપ દહી
એક કપ બૂંદી
બે કપ હૂંફાળુ પાણી
પા ચમચી જીરુ પાવડર
પા ચમચી લાલ મરચા પાવડર
એક ઝીણુ સમારેલુ લીલુ મરચુ
ચાર ચમચી ખાંડ
સ્વાદાનુસાર નમક
પા ચમચી ચાટ મસાલો
ઝીણી સમારેલી કોથમીર

સ્ટેપ 1

બૂંદીને 2 કપ હૂંફાળા પાણીમાં પાંચ મિનિટ માટે બોળી રાખો. પછી પાણી ગાળીને બૂંદી સાઈડમાં મૂકી દો.

સ્ટેપ 2

હવે દહીં લો. તેમાં ખાંડ, નમક, જીરુ પાવડર, ઝીણુ સમારેલુ લીલુ મરચુ, લાલ મરચા પાવડર ઉમેરો. દહીંમાં ગ્રાઈન્ડર ફેરવી દેશો તો દહીંમાં બધુ ભળી પણ સરસ જશે અને દહી એકદમ સ્મૂધ થઈ જશે.

સ્ટેપ 3

હવે દહીમાં બૂંદી ઉમેરી દો. તેમાં કોથમીર ઉમેરી બરાબર હલાવો. ગાર્નિશ કરવા ઉપર ફરી થોડી બૂંદી નાંખો. છેલ્લે ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OCLAFb

No comments:

Post a Comment

Pages