પતિએ કરી પત્નીની હત્યા

વાસ્કોઃ ગોવામાં એક ભયાનક હત્યાનો કેસ સામે આવ્યો છે, જેમાં પતિએ પત્નીની કોઈ વાત ખરાબ લાગતા હત્યા કરીને પોલીસ સ્ટેશનમાં જઈ પોતાનો ગુનો કબૂલી લીધો. મૂળ ઓરિસ્સાના આરોપી પતિ અશોક પંચાનામ કેરળની કે બિન્દુ સાથે 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાન, 5 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સેક્સની માગણી કરતા પત્નીએ કહી દીધું કંઈક એવું

પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરતા અશોકે કહ્યું કે, પત્ની દીકરી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરતા તેણે તેનું ખૂન કરી નાખ્યું. ઘટનાનું વર્ણન કરતા અશોકે કહ્યું કે રવિવારે રાત્રે દંપતિ બાળકો સાથે 9.30 વાગ્યે ઊંઘી ગયું હતું, તેણે ઉમેર્યું કે હું રાત્રે 10.30 વાગ્યે જાગ્યો અને પત્ની સાથે સેક્સની માગણી કરી.
પત્નીએ દીકરી સાથે સેક્સની સલાહ આપી

અશોક આગળ જણાવે છે કે, તેની પત્નીએ સેક્સથી ઈનકાર કરી દીધો અને બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. બોલાચાલી દરમિયાન અશોકની પત્નીએ તેને અન્ય કોઈ મહિલા સાથે સેક્સ કરવા કહ્યું અથવા તો પછી દીકરી મોટી થઈ જાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તેના આ નિવેદનથી અશોક ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને પત્નીનું ખૂન કરી નાખ્યું.
હત્યા કરી પોલીસ સ્ટેશનમાં હાજર થયો પતિ

આ ઘટના બાદ અશોક ચાલતા અડધી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પોલીસ દ્વારા આરોપી પતિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો. પોલીસે બીજા દિવસે સવારે અશોકના ઘરે જઈને તેની પત્નીની ડેથ બોડીને રિકવર કરને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2U3c3Sa
No comments:
Post a Comment