ના હોય, ભારતમાં કરવામાં આવેલ સર્વેમાં સામે આવ્યું આવું…
એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેન દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલ એક સર્વે મુજબ ભારતમાં 10 પૈકી 7 મહિલાઓ કોઈને કોઈ કારણસર પોતાના પતિને દગો આપે છે અને લગ્નેત્તર સંબંધ બાંધે છે. જેમાં જુદા જુદા અનેક કારણો જવાબદાર હોય છે જેવા કે ઘરના કામકાજમાં પતિનો વધુ રસ ન લેવો, લગ્ન જીવન નીરસ થઈ જવું મુખ્ય કારણો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ભારતમાં ગ્લીડેનના પાચ લાખથી વધુ યુઝર્સ

ગ્લીડેન નામની આ ડેટિંગ એપ ભારતમાં 5 લાખથી વધુ લોકો નિયમિત રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ એપ દ્વારા ‘મહિલાઓ લગ્નેત્તર સંબંધ કેમ બાંધે છે’ આ શિર્ષક હેઠળ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે બેંગલુરુ, મુંબઈ અને કોલકતા જેવા મહાનગરોમાં આવી મહિલાઓની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં છે જે પોતાના પતિને દગો આપે છે.
13 ટકા મહિલાઓએ કહ્યું “હા, લગ્નેત્તર સંબંધ બાંધ્યા છે’

ગ્લીડેનના માર્કેટિંગ એક્સપર્ટ સોલેન પેલેટે કહ્યું કે, ’10માંથી 4 મહિલાઓનું માનવું છે કે કોઈ અજાણ્યા સાથે થોડા સમયના સંબંધથી તેમના જીવનસાથી સાથેના લગ્નસંબંધો વધુ મજબૂત બન્યા છે.’ 5 લાખ ભારતીય ગ્લીડન યુઝર્સ પૈકી 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને દગો આપ્યાની વાત સ્વીકારી છે.
નીરસ લગ્નજીવન અફેર માટે સૌથી વધુ જવાબદાર

ગ્લીડન એપને 2009માં ફ્રાંસમાં લોંચ કરવામાં આવી હતી. ભારતમાં આ એપ 2017માં આવી અને ફક્ત 2 વર્ષના ગાળામાં તેના કુલ યુઝર્સ પૈકી 30 ટકા ભારતીયો છે. આ એપના યુઝર્સમાં 34 વર્ષથી લઈને 49 વર્ષની પરિણીત મહિલાઓ છે. ગ્લીડેન યુઝર્સ ભારતીય મહિલાઓ પૈકી 77% જણાવ્યું કે પોતાના પતિને દગો આપવા પાછળનું મુખ્ય કારણ તેમનું લગ્ન જીવન નીરસ થઈ ગયું હતું. લગ્ન જીવન બહાર એક સાથી મળવાથી તેમના જીવનમાં ઉત્સાહ વધ્યો હતો.
સમલૈંગિક સાથી પણ શોધે છે

સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે ભારતમાં પારંપરિક વિવાહથી આગળ વધીને ઘણા એવા વિવાહિતો પણ છે જે આ એપની મદદથી સમલૈંગિંક સાથીઓ શોધવામાં સફળ રહ્યા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UBUUdI
No comments:
Post a Comment