મારી દીકરીની ઉંમર માત્ર 10 વર્ષ છે અને…

સવાલ: મારી દીકરીની ઉંમર માત્ર 10 વર્ષ છે અને તે તેના ક્લાસમાં ભણતા એક છોકરાની અંગત મિત્ર છે. શરૂઆતમાં જ્યારે મને આ વાતનો અણસાર આવ્યો ત્યારે મેં મારી દીકરીને કશું કહ્યું નહીં અને તે છોકરાને એકવખત મારા ઘરે પણ બોલાવ્યો. પરંતુ, મારી દીકરીએ તેની તમામ બહેનપણીઓ સાથે બોલવાનું બંધ કરી દીધું અને તે છોકરાની સાથે વાત કરવાનું ચાલું રાખ્યું. એકવખત મારી છોકરીના ક્લાસમાં અભ્યાસ કરતી અન્ય છોકરીની માતાએ પણ આ વિશે મારુ ધ્યાન દોર્યું એટલે હવે મને મારી દીકરીને લઈને ચિંતા થઈ રહી છે. હું મારી દીકરીને એવું જણાવવા નથી કે મને તેના પર વિશ્વાસ નથી તો હવે મારે શું કરવું જોઈએ.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
તમારી દીકરીને સીધું એવું પૂછી લેવું જોઈએ કે…

જવાબ: તમારો સવાલ વાંચતા એવું લાગી રહ્યું છે કે તમારી દીકરીનો કોઈ ગાઢ મિત્ર છે. અને તમે જણાવ્યું તે પ્રમાણે તમારી દીકરીની ઉંમર માત્ર 10 વર્ષ છે. તમારે જ તમારી દીકરીને સીધું એવું પૂછી લેવું જોઈએ કે તેના ક્લાસમાં ભણતા છોકરા પ્રત્યે તેની કેવા પ્રકારની લાગણી છે. આ ઉંમરમાં બાળકો ઘણાં નવા મિત્રો બનાવી લેતા હોય છે તો બની શકે કે આ છોકરો તમારી દીકરીનો બેસ્ટ ફ્રેન્ડ હોય.
વધુ નવા મિત્રો સાથે વાત કરવાનું કહો

તમારી દીકરીની ઉંમર માત્ર 10 વર્ષની છે માટે આ મુદ્દે તમારે સંવેદનશીલ રહેવું જોઈએ. તમારી દીકરીને છોકરા અને છોકરીની ગતિશીલતા વિશેની સમજણ કેળવવી જોઈએ. તમારી દીકરીને માત્ર એક દોસ્તની સાથે વાત કરવાની જગ્યાએ વધુ નવા મિત્રો સાથે વાતો કરવા માટે કહેવું જોઈએ. આ ઉંમર મિત્રો બનાવવાની અને આનંદ કરવાની છે. (તસવીરો પ્રતીકાત્મક છે)
from Ask the expert: Get Relationship Advice In Gujarati – Page Array – I Am Gujarat https://ift.tt/2WBRvNi
No comments:
Post a Comment