મલાઈકા-અર્જુનના લગ્નની ચર્ચા

બોલિવુડનું સૌથી પોપ્યુલર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્નને લઈને સતત ચર્ચામાં છે. એક રિપોર્ટ પ્રમાણે બંને આ મહિનાની 19 તારીખે પ્રભુતામાં પગલા માંડશે. આ લગ્નને એકદમ ગુપ્ત રખાશે. લગ્નમાં મલાઈકાની ગર્લ ગેંગ કરીના કપૂર, કરીશ્મા કપૂર અને અમૃતા અરોરાની સાથે-સાથે રણવીર સિંહ અને દીપિકા પણ સામેલ થવાના હોવાના ન્યૂઝ હતા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
19 એપ્રિલે નહીં કરે લગ્ન

લગ્ન પહેલા બંને પોતાના ફ્રેન્ડ્સ સાથે બેચલર પાર્ટી કરી રહ્યા છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે આ કપલ 19 એપ્રિલે ક્રિશ્ચયન વિધિથી લગ્ન નહીં કરે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ પર બંને 19મી તારીખે લગ્ન નહીં કરે તેવી વાત જણાવવામાં આવી છે. 19 એપ્રિલે ગુડ ફ્રાઈડે છે અને આ દિવસે ઈસા મસીહને શૂળીએ ચડાવવામાં આવ્યા હતા. આ તારીખે લગ્ન ન કરવાનું આ એકમાત્ર કારણ છે.
આ કારણ છે જવાબદાર

ગુડ ફ્રાઈડેને ખ્રિસ્તી ધર્મના લોકો શુભ માનતા નથી. આ દિવસે તેઓ શોક મનાવે છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય થતું નથી. એટલે સ્પષ્ટ છે કે મલાઈકા-અર્જુન આ દિવસે લગ્ન નહીં કરે. આ સિવાય તે કોઈ બીજા દિવસે લગ્ન કરી શકે છે.
બોની કપૂરે વાતનું ખંડન કર્યું

અર્જુન કપૂરના પિતા બોની કપૂર પહેલા જ તેમના લગ્નની વાતનું ખંડન કરી ચૂક્યા છે. બોની કપૂરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આ વાત બિલકુલ સાચી નથી. તેઓ માત્ર સારા મિત્રો છે અને તેઓ લગ્ન કરવાના નથી. જો બીજા દિવસે મલાઈકાએ પણ આ ન્યૂઝ પર મૌન તોડવા કહ્યું હતું કે આ વાત સાચી નથી.
અરબાઝ ખાને શું કહ્યું?

જ્યારે મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘આ ખૂબ જ સમજદારીવાળો સવાલ છે. આ સવાલ માટે પત્રકારે આખી રાત બેસીને મહેનત કરી હશે. ચાલો જમી લઈએ લંચનો ટાઈમ થઈ ગયો છે. હું આ સવાલનો જવાબ આપીશ પરંતુ થોડા સમય બાદ. તમે સવાલ માટે આટલો સમય લીધો તો હું પણ જવાબ આપવામાં સમય લઈશ’.
ઘણા સમયથી રિલેશનમાં છે મલાઈકા-અર્જુન

અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ મલાઈકા પોતાનાથી નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રિલેશનમાં છે અને મલાઈકાના દીકરાને પણ અર્જુન સાથે સારૂ બને છે. તેઓ ઘણીવાર સાથે લંચ અને ડિનર લેતા સ્પોટ થયા છે. આ કપલ ભલે અફેરની વાત છુપાવી પરંતુ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત તેમના મિત્રો ઘણીવાર કહી ચૂક્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2YR1W1A
No comments:
Post a Comment