50 વર્ષનો થયો બોલિવૂડનો ‘સિંધમ’

અજય દેવગણ 90ના દાયકાના એવા એક્ટર્સમાંથી એક છે જેમનું સ્ટારડમ આજે પણ કાયમ છે. 2 એપ્રિલે અજય દેવગણ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અજય દેવગણે વર્ષ 1991માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી ડેબ્યૂ કર્યું હતું. અજય દેવગણને ઈન્ડસ્ટ્રીમાં ઘણા સારા મિત્રો છે, સાથે જ અજય અને શાહરુખની લડાઈના કિસ્સા પણ ફેમસ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કાજલ-શાહરૂખે ઘણી ફિલ્મો સાથે કરી

અજય દેવગણની પત્ની કાજોલે શાહરુખ ખાન સાથે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કરણ-અર્જુન, કુછ-કુછ હોતા હૈ જેવી ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત શાહરુખ અને કાજોલ રિયલ લાઈમાં પણ ખૂબ સારા મિત્રો છે.
અજય થયો હતો શાહરૂખ પર ગુસ્સે

કાજોલની મિત્રતાના કારણે શાહરુખ ખાન અજય દેવગણના હાથે મારા ખાતા ખાતા બચી ગયો હતો. એક ન્યૂઝપેપરની રિપોર્ટ મુજબ એક પાર્ટીમાં કરણ જોહરે શાહરુખ ખાન અને અજય દેવગણને લઈને કોઈ કમેન્ટ કરી. આ કારણે અજય ખૂબ જ નારાજ થઈ ગયો. તે સમયે કુછ-કુછ હોતા હૈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.
આ કારણે અજયને આવ્યો હતો

અજય દેવગણ કાજોલને મળવા માટે સેટ પર પહોંચ્યો હતો. જોકે અજયને કાજોલ સાથે મળવા ન દેવામાં આવ્યો. બીજા દિવસે ફરી સેટ પર અજય પહોંચ્યો તો તેને કહેવામાં આવ્યું કે શાહરુખ ખાને કોઈપણ વ્યક્તિને અંદર આવવાથી ઈનકાર કર્યો છે.
બચવા માટે વેનિટીમાં વેનમાં બંધ થઈ ગયો શાહરૂખ

અજય દેવગણ આ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ ગયો. અજય દેવગણ બધાને ધક્કો આપીને શાહરુખ પાસે પહોંચી ગયો અને અપશબ્દો કહેવા લાગ્યો. અજયનો ગુસ્સો જોઈને શાહરુખે પોતાને વેનિટી વેનમાં જ લોક કરી નાખ્યો. આ બાજ અજય કાજોલને વઢીને પાછો જતો રહ્યો.
કાજોલે પણ સ્વીકાર્યું

કાજોલે ફિલ્મ દિલવાલેના પ્રમોશન દરમિયાન કન્ફર્મ કર્યું હતું કે અજય દેવગણ અને શાહરુખ ખાન મિત્રો નહોતા. કાજોલે કહ્યું હતું કે, તમે કોઈના સારા મિત્ર હોય તો તેનો મતલવ એવો નથી કે તમારો પાર્ટનર પણ તેમનો સારો મિત્ર હોય. જોકે બે લોકો દોસ્ત નથી તો તેનો એવો પણ મતલબ નથી કે તેઓ દુશ્મન હોય.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2HTxJK1
No comments:
Post a Comment